સી.બી. પટેલ આર્ટસ કોલેજના હિન્દી અધ્યાપકનું રાષ્ટ્રીય પરિસંવાદમાં ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ
નરેશ ગનવાણી નડિયાદ

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદની હિન્દી વિભાગના અધ્યક્ષ ડો. કલ્પનાબેન ભટ્ટને ગૌરવની લાગણી આપે તેવી ઘટના બની છે. તારીખ ૨૧ જૂન ૨૦૨૫ના રોજ એન.એસ. પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજ, આણંદ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય હસ્તક પરિસંવાદમાં તેમને વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
કોલેજના આચાર્ય ડો. મહેન્દ્રકુમાર દવેની સદગત પ્રેરણા હેઠળ હંમેશાં સંશોધન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રતિબદ્ધ રહેનાર હિન્દી વિભાગનું આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ રૂપ છે.
“હિન્દી આલોચક ડો. શિવકુમાર મિશ્ર ઔર ઉનકા ગુજરાત કે વિકાસ મેં યોગદાન” વિષયક પરિસંવાદના દ્વિતીય સત્રમાં ડો. કલ્પનાબેન ભટ્ટે “ડૉ. શિવકુમાર મિશ્ર ઔર ઉનકા માર્ક્સવાદી સાહિત્ય ચિંતન” વિષય ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. આ પરિસંવાદમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી વિશિષ્ટ વિદ્વાનો અને વક્તાઓએ પણ ભાગ લીધો હતો. ડો. કલ્પનાબેન ભટ્ટને વક્તા તરીકે સન્માનિત કરવામાં આવ્યા તે આખી કોલેજ અને શહેર માટે ગૌરવની વાત છે. વિશેષરૂપે હર્ષની વાત એ છે કે કોલેજના હિન્દી વિભાગના ૧૧ વિદ્યાર્થીઓ અને અન્ય એક અધ્યાપક ડો. ભાવિનીબેન ચૌધરીએ પણ પરિસંવાદમાં હાજરી આપી અને વિવિધ વિષયોની જાણકારી મેળવી હતી.

