દાહોદમાં આજે વધુ ૧૯ કોરોના દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૧૧૦૫ ને પાર

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી

દાહોદ, તા.ર૭
દાહોદ જિલ્લામાં આજરોજ 19 પોઝિટિવ કેસો નોંધાતા કોરોનાનો કુલ આંક 1105 પર પહોંચવા પામ્યો છે.જ્યારે ૮૩૭ દર્દીઓ કોરોના મુક્ત થતાં એક્ટીવ કેસોનો આંકડો 207 પહોંચવા પામ્યો છે.જ્યારે કોરોનાકાળમાં અત્યાર સુધીમાં કુલ 59 લોકો કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે.જોકે આજરોજ કોરોનાનો ટેસ્ટિંગનો મહત્તમ આંકડાનો રેકોર્ડ નોંધાવા પામ્યો છે.

વધુ મળતી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગે ગઇકાલે rtpcr ના 222 તેમજ 2386 રેપિડ ટેસ્ટ મળી કુલ 2608 લોકોના સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી માટે મોકલ્યા હતા. તે પૈકી 2589 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.(૧) બદલીબેન હસમુખભાઈ મોરી (ઉવ.પ૦ રહે. લીમડી ઝાલોદ),(ર) કેતાનભાઈ ચંદ્રવદનભાઈ પરમાર (ઉવ.૪૦ રહે. નવકાર નગર દાહોદ),(૩) વિભાબેન હિતેન્દ્રકુમાર છાજેદ (ઉવ.૪પ રહે. લીમ્બોલા ઝાલોદ),(૪) જૈન અંકીતકુમાર રાજેશભાઈ (ઉવ.૩૦ રહે. લીમડી ખેમસરા ફળીયુ),(પ) ગરાસીયા ગીતાબેન મહેશભાઈ (ઉવ.ર૧ રહે. સારમારીયા કુટવાલ ફળીયુ), (૬) ડામોર ચંપાબેન રામુભાઈ (ઉવ.પ૦ રહે. ઝાલોદ ગંગાનગર સોસાયટી),(૭) લખારા કિશનલાલ કાલુભાઈ (ઉવ.૬૦ રહે. ઝાલોદ નગરપાલિકા)જ્યારે રેપિડ ટેસ્ટમાં (૧) પંચાલ પ્રદિપકુમાર પ્રકાશભાઈ (ઉવ.૩૦ રાધે રેસીડેન્સી, દાહોદ), (ર) પાઈખ શશીકાંત રમેશભાઈ (ઉવ.૬૮ રહે. આશિર્વાદ સોસાયટી, ગોવીંદનગર દાહોદ),(૩) લબાના પીનલબેન રમેશભાઈ (ઉવ.૪૦ લીંબોદરા, ગામતળ દાહોદ),(૪) ગારી ભારતભાઈ બદીયાભાઈ (ઉવ.૪પ રહે. મોટી લછેલી, નિશાળ ફળીયુ દાહોદ),(પ) પ્રજાપતિ લતાલીબેન રણછોડભાઈ (ઉવ.૬પ રહે. મેન બજાર ફતેપુરા),(૬) પ્રજાપતિ મુકેશભાઈ રણછોડભાઈ (ઉવ.૪૦ રહે. મેન બજાર ફતેપુરા),(૭) પ્રજાપતિ પ્રિત મુકેશભાઈ (ઉવ.૧પ રહે. મેન બજાર ફતેપુરા),(૮) પ્રજાપતિ ફાલ્ગુની મુકેશભાઈ (ઉવ.૧૭ રહે. મેન મજાર ફતેપુરા),(૯) ર્ડા.ધર્મેશ વાલાભાઈ (ઉવ.૩પ રહે. કારઠ રોડ લીમડી, ઝાલોદ),(૧૦) ધર્મેન્દ્રસીંહ કિર્તનસીંહ નેમચ (ઉવ.૩૭ રહે. નવાગામ ઉગમણા ફળીયુ દાહોદ),(૧૧) ઉમાબેન મગનભાઈ ભોકણ (ઉવ.પપ રહે. ભંભોરી ગામતળ દાહોદ),(૧ર) વાળંદ રોહિતભાઈ રમેશભાઈ (ઉવ.૩ર રહે. કતવારા ગામતળ દાહોદ). મળી કુલ 19 દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના સંક્રમિત દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે લોકોના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી કન્ટેન્મેન્ટ ઝોન માં સેનેટાઈઝ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: