ગરબાડાના કાળાકુવા ગામે મોટરસાઈકલના ચાલકે એક્ટીવા ચાલકને અડફેટમાં લેતાં એક્ટીવ ચાલકનું મોત
દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડાથી ધાનપુર જતા રોડ પર આવેલ કાણાકુવા ગામે પટેલ ફળિયામાં રોડ પર પુરપાટ દોડી આવતી મોટરસાયકલ સામેથી આવતી એકટીવા સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકટીવા ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યાનું તેમજ પાછળ બેઠેલ મહિલાને ઈજાઓ થયાનું સત્તાવાર જાણવા મળ્યું છે.
એક મોટરસાયકલ ચાલક તેના કબજાની જીજે ૨૦ એકે-૯૯૭૮ નંબરની પેશન પ્રો મોટરસાયકલ પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી જેસાવાડાથી ધાનપુર તરફ જતા રોડ પર આવેલ કાણાકુવા ગામે પટેલ ફળિયામાં સામેથી આવતી આંબલી ખજુરીયા ગામના ૪૮ વર્ષીય મનહરભાઈ ભારતસિંહ બામણીયાની જી જે ૨૦ બીઇ૪૩૯૪ એકટીવા મોટરસાયકલ સાથે સામેથી ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકટીવા ચાલક મનહરભાઈ બામણીયાને માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે એકટીવા પર પાછળ બેઠેલ રમણી બેનને કપાળ તેમજ આંખના ભાગે ઇજાઓ થવા પામી હતી. આ સંબંધે આંબલી ખજુરીયા ગામના કરણસિંહ ભારતસિંહ બામણીયાએ જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે પેસન પ્રો મોટરસાયકલના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

