દાહોદ શહેરની રહેવાસી યુવતીએ રતલામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

દાહોદ તા.૩૦

દાહોદ શહેરની રહીશ અને હાલમાં રતલામમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નર્સની નોકરી કરતી યુવતીએ અગમ્ય કારણોસર રતલામમાં પોતાના પરિચિતના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ યુવતીનો ભાઈ જે તબીબ હતો તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી. રતલામ પોલિસે ઘટના સંદર્ભે કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદમાં રહેતી નિકીતા સવસીંગ ખપેડ રતલામની શિવશક્તિલાલ આયુર્વૈદિક હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. સાથે હોસ્પિટલમાં જ આયુર્વેદિક કોલેજનાં નર્સીંગમાં એમએસસીમાં ભણતી હતી ત્યારે દોસ્ત રાહુલે પોતાના ભાડાના મકાનની ચાવી આપી હતી ત્યારે રાહુલે રાખેલા કુતરાઓને ભોજન આપવાનું કામ કરતી હતી. રવિવારે સવારે ૧૦.૩૦ કલાકના અરસામાં સીસીટીવી કેમેરાથી જાેડાયેલા મોબાઈલમાં ચેક કરતા નિકીતા એ પંખા ઉપર દોરડા વડે બાંધી અને લટકેલો મૃતદેહ જાેવા મળતા તાત્કાલિક પોલિસને જાણ કરવામાં આવી હતી. પોલિસે ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!