દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ.બી.નિરગૂડેના અધ્યક્ષ સ્થાને યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ


દાહોદ તા.૩૦

દાહોદ જિલ્લાના લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જુન માસનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્ય્ક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

જુન માસના સ્વાગત કાર્યક્રમમાં રસ્તા પરના દબાણ દુર કરવા , થયેલા કામના નાંણા ચુકવવા ,જમીન માપણીની નોંધ કરવા, લોન અને હિટ અન્ડ રન કેસમા વળતર સહિતના નવ અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા. તમામ અરજદારોના પ્રશ્નો સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી બને તેટલા ઓછા સમયમાં ઝડપથી અરજદારોના પ્રશ્નોનો ઉકેલ લાવવા દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ.બી.નિરગૂડે દ્વારા સુચન કરાયા હતા. સાથે જ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ અને સમય મર્યાદામાં કાર્ય કરવા તંત્રના સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા,નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સહિત અન્ય સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!