સંજેલી ઘટકમાં વાંસીયા-2 સેજામાં ઢાળસીમળ ગામ ખાતે જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા વાલી મિટિંગ યોજાઈ


સંજેલી તા.૦૨

કપીલ સાધુ

જન્મથી 5 વર્ષ સુધીના બાળકો માટે યોગ્ય અને પૂરતું પોષણ તેમજ સંભાળ બાળકના મહતમ વૃધ્ધિ અને વિકાસ માટે ખૂબ જરૂરી છે. જીવનના પ્રથમ 1000 દિવસ દરમિયાન બાળકોમાં વૃધ્ધિ અને વિકાસનો દર સૌથી ઝડપી હોય છે. આ સમયગાળા દરમિયાન બાળકોમાં પોષણ અને પરિવારની કાળજીનો અભાવ તેમજ ચેપ અને વારંવાર થનારી સામાન્ય બિમારીઓના કારણે તેમની શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસમાં વિક્ષેપ આવવાની શક્યતા ખૂબ જ વધુ હોય છે.

જેના અંતર્ગત પોષણ સંગમ કાર્યક્ર્મ અંતર્ગત સંજેલી ઘટકમાં વાંસીયા-2 સેજામાં ઢાળસીમળ ગામ ખાતે જીલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી સુશ્રી ઈરાબેન ચૌહાણ દ્વારા વાલી મિટિંગનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં સમુદાય સ્તરે અતિ ગંભીર કુપોષિત બાળકોની જરૂરિયાતો અનુસાર પોષણ વ્યવસ્થાપન અને તેને નિવારક પગલાં માટે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી.

સુપોષિત દાહોદ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર અંતર્ગતની દૈનિક પ્રવૃત્તિ તેમજ સવાર-બપોરના નાસ્તા, પોષણ સુધા યોજના અંતર્ગત ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ વગેરે કામગીરી સમયસર થાય તેના સુચારું આયોજન થાય તે માટે સુપોષિત દાહોદ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે.

રમશે દાહોદ, જમશે દાહોદ, ભણશે દાહોદ અંતર્ગત આગણવાડી કેન્દ્ર માં દૈનિક 3-6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ મુજબ પ્રવૃત્તિ કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જિલ્લા કક્ષાએથી દૈનિક પ્રવૃત્તિ ડેમો વિડીયો પણ મોકલવામાં આવશે, જેના આધારે આંગણવાડી કાર્યકરને વિડીયો દ્વારા દૈનિક પ્રવૃત્તિ કરવામાં સરળતા થઇ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!