દાહોદના સિમંધર તીર્થ ખાતે સાધ્વી અનંતગુણાશ્રીજી મહારાજ સા. આદિ થાણાનું ચાતુર્માસ માટે મંગળ પ્રવેશ


દાહોદ તા.૦૨
દાહોદ નગરની ધન્ય ધરા પર રાષ્ટ્રસંત આચાર્ય દેવ શ્રીમદ્ વિજય લેખેન્દ્ર સુરિશ્વરજી મહારાજ સા.ની અજ્ઞાનુવર્તીની સાધ્વી શ્રી અનંત ગુણાશ્રીજી મહારાજ સા. આદિ સાધ્વી વૃંદનું આજે દાહોદ નગરમાં ચાતુર્માસ પ્રવેશ થયો હતો. આ અવસરે સવારે નગરપાલિકા ચૌક ખાતેથી બેન્ડબાજા સાથે સકલ જૈન સંઘના શ્રાવક-શ્રાવિકાઓ નગરના વિભિન્ન વિસ્તારોથી ફરી સીમંધર મંદિર ખાતે પહોંચ્યા હતા ત્યાં ભવ્ય પાંડાલમાં પ્રવચન સાથે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંગીતકાર દેવેશ જૈન તથા સૌરભ ચૌપડાએ વિભિન્ન ચડાવા કાર્યક્રમો પ્રસ્તૃત કર્યા હતા. સાધ્વીજીના ચાતુર્માસ કાર્યક્રમમાં મુંબઈ, હૈદરાબાદ તથા વિભિન્ન સ્થાનો પરથી સામેલ થવા શ્રાવકો આવ્યા હતા. ચાતુર્માસ માટે પધારેલ શાસન જ્યોતિ સાધ્વી અનંત ગુણાશ્રીજીની સાથે સાધ્વી ભવિતા ગુણાશ્રીજી સાધ્વી સમકીત ગુણાશ્રીજી તથા સાધ્વી અક્ષય ગુણાશ્રીજી પધારેલ છે. ચાતુર્માસના ચાર મહિનાના કાર્યક્રમને ધર્મધ્યાન ચાતુર્માસ ૨૦૨૫ નામ આપવામાં આવ્યું છે. આજે દીપ પ્રગટાવી ચાતુર્માસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે સીમંધર સ્વામી મહિલા ફેડરેશન દ્વારા સ્વાગત ગીત પણ પ્રસ્તુત કરવામાં આવ્યુ હતો. સમાજના સમસ્ત લોકોને ચાર મહિનાના ચાતુર્માસ દરમ્યાન પુણ્ય અર્જન માટે પ્રેરણા આપવામાં આવી હતી.

