ઝાલોદ નગરમાં આંક ફરકનો વરલી મટકાનો જુગાર રમાડનાર એક જુગારીને દાહોદ એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડી રૂા.૧૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
ઝાલોદ તા.૦૨
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આંક ફરકનો વરલી મટકાનો આંકડો જુગાર રમતો અને જુગાર રમાડતો એક ઈસમને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપીયા મળી પોલીસે કુલ રૂા.૧૮૮૮૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
ઝાલોદના લુહારવાડા વિસ્તાર ખાતે રહેતો અશોકભાઈ મુકુદભાઈ સોલંકી ગત તા.૦૧ જુલાઈના રોજ ઝાલોદના ગીતા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં પોતાના મોબાઈલ નંબરથી વોટ્સએપસથી બીજા નંબરો ઉપર આંક ફરકનો વરલી મટકાનો આંકડો જાતે લખી લખાવી પૈસાથી હારજીતનો રમી રમાડો હતો. આ અંગેની બાતમી દાહોદ એલસીબી પોલીસને મળતાં પોલીસે ઓચિંતી રેડ પાડી અશોકભાઈને ઝડપી પાડી તેની પાસેથી જુગરના સાધનો, મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપીયા ૧૩૮૮૦ મળી પોલીસે કુલ રૂા.૧૮૮૮૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

