ઝાલોદના લીમડી નગરમાં આવેલ ટાંડી રોડ ખાતેથી ઘરના આંગણેથી ફોર વ્હીલર ગાડીની ચોરી
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી પસાર થતાં ટાંડી રોડ પર આવેલ એક મકાનની બહારથી અજાણ્યા ચોર ઈસમોએ ઘરની બહાર લોક મારી પાર્ક કરેલ ફોર વ્હીલર ગાડીની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ઝાલોદના લીમડી નગરમાંથી પસાર થતાં ટાંડી રોડ ખાતે આવેલ પ્રગતિ નગર સોસાયટીમાં રહેતાં નંદનભાઈ પરથીંગભાઈ મુનીયાએ ગત તા.૦૨ જુલાઈના રોજ પોતાના ઘરના આંગણે પોતાની ફોર વ્હીલર ગાડી લોક મારી પાર્ક કરી હતી અને ફોર વ્હીલર ગાડીની ચાવી મકાનની અંદર બારીમાં મુકી હતી. ત્યારે વહેલી સવાર ચારેક વાગ્યાના આસપાસ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ મકાનની અંદર બારીમાં મુકેલ ફોર વ્હીલર ગાડીની ચાવી લઈ ફોર વ્હીલર ગાડી સ્ટાર્ટ કરી ફોર વ્હીલર ગાડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે નંદનભાઈ પરથીંગભાઈ મુનીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

