સુપોષિત દાહોદ અંતર્ગત ICDS સંજેલી ઘટક ખાતે C-MAM તાલીમ યોજાઈ.

સુપોષિત દાહોદ અંતર્ગત ICDS સંજેલી ઘટક ખાતે C-MAM તાલીમ યોજાઈ

દાહોદ જિલ્લાના ICDS (ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ) સંજેલી ઘટક ખાતે સુપોષિત દાહોદ અભિયાન અંતર્ગત C-MAM (Community-based Management of Acute Malnutrition) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઈરા ચૌહાણની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ નિમિતે સંજેલીના સીડીપીઓશ્રી, મુખ્યસેવિકા, બી.એન.એમ, પા.પા.પગલી હાજર રહેલ હતા. તેમાં એન.એન.એમ. બ્લોક કોર્ડિનેટર દ્વારા તાલીમ પણ આપવામાં આવી હતી.

આ તાલીમમાં આંગણવાડી વર્કર બહેનોને તીવ્ર કુપોષણની ઓળખ, રોકથામ અને સારવાર અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમને બાળકની પોષણ સ્થિતિનું મૂલ્યાંકન કરવા, MUAC ટેપનો ઉપયોગ અને યોગ્ય સલાહ આપવી જેવા મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી.

સુપોષિત દાહોદ પોર્ટલ અંતર્ગત આંગણવાડી કાર્યકરને પોર્ટલમાં કરવાની થતી કામગીરી અંગે તાલીમ આપવામાં આવી હતી. સંજેલી તાલુકાના આંગણવાડી કેન્દ્ર પર સમયસર કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી હતી.

સુપોષિત દાહોદ અભિયાનને આગળ વધારવા તથા કુપોષણને જડમૂળથી નાબૂદ કરવા માટે આ પ્રકારની તાલીમો અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. તાલીમ અંતે ઉપસ્થિત અધિકારીશ્રી દ્વારા આંગણવાડી વર્કરોને એમની ભૂમિકા અને જવાબદારી વિશે પ્રેરક સંદેશ પણ આપવામાં આવ્યા હતા.

( સંજેલી : કપિલ સાધુ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!