દેવગઢ બારીયામાં તાલુકામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ૯૦૯ લાભાર્થીઓને મળ્યો લાભ : દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયો કાર્યક્રમ
દાહોદ તા.૦૫
“ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત દાહોદના દેવગઢ બારીયાના સાગટાળા ગામે મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સરકારશ્રીના વિવિધ વિભાગો થકી મૂળ લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુસર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા કલસ્ટરમા સમાવિષ્ટ આરોગ્ય વિભાગ, જન સેવા કેન્દ્ર, આઇ.સી.સી.ડી.એસ વિભાગ, ખેતીવાડી વિભાગ, આધારકાર્ડ, પશુપાલન ,આવક પ્રમાણપત્ર, જન્મ મરણ પ્રમાણપત્ર, બી.પી.એલ દાખલા, આકારણી, રહેઠાણ અંગેના દાખલા, ઓળખાણ અંગેના દાખલા, પુન: લગ્ન ન હોય તે અંગેના દાખલા સહિત ૧૫ જેટલા વિભાગોમાં કુલ-૫ ગામોના ૯૦૯ જેટલા લોકોએ વિવિઘ યોજનાઓનો લાભ લીધો હતો.
દેવગઢ બારીયાના મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સભ્ય, ગામના આગેવાનો તથા વિવિધ વિભાગના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ હાજર હતા.