નડિયાદ જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ચાતુર્માસ નિમિત્તે સાધુ-સાધ્વી ભગવંતોની સેવા
નરેશ ગનવાણી નડિયાદ

ચાતુર્માસના પવિત્ર અવસરે જૈન સાધુ-સાધ્વી મહારાજ સાહેબના સંયમમય જીવનને અનુસરતા અને તેમની સેવા દ્વારા પુણ્ય કમાવવાનો લાભ નડિયાદ જૈન સોશ્યલ ગ્રુપને મળ્યો છે. ચાતુર્માસ દરમિયાન કોઈ એક સંઘમાં રહીને તપ-આરાધના કરાવતા આ મહાત્માઓના દાદ્યનિક ઉપકરણો અને જીવનજરૂરીઆતની વસ્તુઓ અર્પણ કરીને ગ્રુપે ધન્યતાનો અનુભવ કર્યો હતો.
જૈન શાસનને અનુસરતા નડિયાદ જૈન સોશ્યલ ગ્રુપના યુવા પ્રમુખ જીગ્નેશ શાહ, તેજસ દોશી, દક્ષા શાહ, હર્ષિલ શાહ, નેહા શાહ, જોન કોર્ડીનેટર જીનેશભાઈ શાહ તથા અન્ય સભ્યોએ આ સેવાકાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંયમના માર્ગ પર અત્યંત સાદગીપૂર્ણ અને કષ્ટદાયક જીવન જીવતા આ મહાત્માઓની સેવા કરી, ગ્રુપના સભ્યોએ ધાર્મિક ભાવના અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા, નડિયાદ જૈન સોશ્યલ ગ્રુપે સમાજમાં ધાર્મિક સંસ્કારો અને સેવાની ભાવનાને ઉજાગર કરી છે, જે ચાતુર્માસના પવિત્ર માસમાં વિશેષ મહત્વ ધરાવે છે.
