દાહોદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કાર/બાઈક રેલી અને સભા
દાહોદ તા.૦૭
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યમાં ધારાસભ્ય તરીકે શ્રી ગોપાલભાઇ ઈટાલીયાજીની વિસાવદર વિધાનસભામાં ભવ્ય જીત પછી વિજય સંકલ્પ યાત્રા કરી રહી છે. આ યાત્રામાં પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, શ્રી ગોપાલ ઈટાલીયા અને શ્રી ચૈતર વસાવાજીની વિશેષ ઉપસ્થિતિ સાથે પ્રદેશ નેતાઓ હાજર રહેશે. જેમાં દાહોદમાં ચાકલીયા રોડ પર આવેલ શ્રી ક્રિષ્ના પ્રણામી સમાજવાડીએ સભા અને ત્યાંથી કાર/બાઈક રેલી કરવામાં આવશે.
આ પ્રોગ્રામમાં દાહોદ અને પંચમહાલ લોકસભાનાના આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો અને આ વિસ્તારના નાગરિકો સૌ જોડાય તેમ જાહેર આમંત્રણ આપવામાં આવે છે.
ખાસ નોંધ લોકપ્રિય નેતા ચૈતર વસાવા જી ને ખોટા કેસ કરી ને વારંવાર હેરાન કરવા માં આવે છે તો વિરોધ પ્રદર્શન અને આવેદન પણ આપવા નું છે અવશ્ય પધારવું
તારીખ : 09.07.2025 બુધવાર
સ્થળ : શ્રી કૃષ્ણ પ્રણામી સમાજવાડી, ચાકલિયા રોડ, દાહોદ
સમય : 10.00 કલાકે
નરેશ પી બારીઆ

