વોર્ડ નંબર ૨ ના દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરે રાજીનામું આપતા રાજકીય મોરચે ખળભળાટ.
કાઉન્સિલર તરીકે ફરજ નિભાવવામાં અસમર્થતતાનું કારણ આગળ ધરી.

વોર્ડ નંબર ૨ ના દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરે રાજીનામું આપતા રાજકીય મોરચે ખળભળાટ.
દાહોદના વોર્ડ નંબર ૨ ભાજપ કાઉન્સિલર અને નગરપાલિકાના માજી પ્રમુખ રાજેશ મહેતાએ કાઉન્સિલર પદેથી અચાનક રાજીનામું આપી દેતા દાહોદ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમણે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી, વડોદરાને પોતાનું રાજીનામું whatsapp પર અને રૂબરૂ મોકલી આપ્યું છે. રાજીનામાં અંગેનું કારણ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, “નગરપાલિકામાં વહીવટમાં પકડ ન હોવાથી અને કાઉન્સિલર તરીકે ફરજ નિભાવવામાં અસમર્થતાને કારણે મે રાજીનામું આપ્યું છે”. દાહોદ નગરપાલિકામાં કુલ ૩૬ કાઉન્સિલરોમાંથી ૩૪ ભાજપના અને ૨ કોંગ્રેસના કાઉન્સિલરો છે. અઢી વર્ષ માટે નીરજ દેસાઈને પ્રમુખ બનાવવાના નિર્ણયથી ભાજપના કેટલાક સભ્યો નારાજ હતા. આ મુદ્દે ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રમુખ બદલાયા નથી. ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાએ આ મુદ્દે કાઉન્સિલરો સાથે સંવાદ કરી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શેતાઈના રાજીનામાં એ ભાજપની આંતરિક રાજનીતિ પર નવા સવાલો ઉભા કર્યા છે. રાજેશ સહેતાઈના રાજીનામાની આ ઘટના દાહોદના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. અને નગરપાલિકાના વહીવટ તેમજ ભાજપની આંતરિક ગતિશીલતા સામે અનેક પ્રશ્નાર્થો ખડા થઈ રહ્યા છે. જ્યારે રાજીનામાની આ ઘટના શહેરના રાજકીય તજજ્ઞો ઘણી મોડી તેમજ રાજકીય અસંતોષને કારણેઘટી હોવાનું માની રહ્યા છે.
