દાહોદમાં બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-2025 અંતર્ગત ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ યોજાયો
દાહોદ તા.૦૮
બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-2025 અન્વયે કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, દાહોદ આયોજિત ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલ, ગોધરા રોડ, ફ્રિન્ડલેન્ડ ગંજ દાહોદ ખાતે યોજાયો હતો જેમાં કુલ ફાળવેલ ૧૨૫ ઉમેદવારોમાંથી ૧૧૭ ઉમેદવાર હાજર રહ્યાં હતા.
સમારોહમાં હાજર રહેલા તમામ ઉમેદવારો કે જે બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે જોડવાના છે તેમણે આ તબક્કે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કમલેશભાઈ માવી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.એલ.દામા, શાળા સંચાલક મંડળના પ્રમુખ,મંત્રી, વિવિધ શૈક્ષણિક સંઘો તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં આ સમારોહ સંપન્ન થયો હતો.

