ધાનપુર તાલુકાનો અદલવાડા ડેમ ઓવરફલો, હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના
દાહોદ તા.૩૧
ધાનપુર તાલુકાનો અદલવાડા ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઇ જતા અને હજુ પણ આ યોજનાના સ્ત્રાવ ક્ષેત્રમાં વરસાદની શકયતા હોય આસપાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપાઇ છે.
કાર્યપાલક ઇજનેરશ્રી, દાહોદ સિંચાઇ વિભાગની યાદી મુજબ, ધાનપુરમાં આવેલી અદલવાડા જળાશય યોજનામાં આજ રોજ સવારના ૧૦ કલાકે ૧૧૪ કયુસેક પાણીની નવી આવક થતા પાણીની સપાટી ૨૩૭.૩૦ મીટરે પહોંચી હતી. જે પૂર્ણ જળસપાટી હોય આસપાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જેમાં લીમખેડા તાલુકાના બોગાડવા, અદલવાડા, ખોખબેડ, મોઢવા, રામપુર, વેડ ગામોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. આ અંગે તંત્રની સંલગ્ન કચેરીઓને પણ એલર્ટ રહેવા સૂચના અપાઇ છે.