નવોદય વિધાલયમાં ધોરણ-૬ (૨૦૧૯-૨૦)માં પ્રવેશ માટે અરજી online મંગાવવા બાબત

દાહોદ જિલ્લાના વાલી અને વિધાર્થીઓ જોગ

દાહોદઃ- મંગળવારઃ નવોદય વિધાલય સમિતિ ધોરણ-૬માં શૈક્ષણિક સત્ર ૨૦૧૯-૨૦ માટે પ્રવેશ માટે જીલ્લાનુસાર ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા તા. ૨૩/૧૦/૨૦૧૮(૦૦.૦૦કલાક) થી શરૂ થયેલ છે. નવોદય વિધાલય સમિતિની વેબસાઇટ www.navodaya.gov.in પરથી ઓનલાઇન અરજી  વિના મુલ્યે સુપ્રત કરી શકાશે. ઓનલાઇન અરજી શરૂ થઇ ગયેલ છે. અરજી કરવાની છેલ્લી તા. ૩૦-૧૧-૨૦૧૮ છે. પ્રવેશ પરીક્ષાની

તા. ૬-૪-૨૦૧૯ છે.

ઉમેદવાર જે જીલ્લાની જવાહર નવોદય વિધાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતો હોય તે જીલ્લામાં ધો. ૫ માં શૈક્ષણિક સત્ર ૨૦૧૮-૧૯ દરમિયાન અભ્યાસ કરતો હોવો જોઇએ. ઉમેદવાર તા. ૧/૫/૨૦૦૬  અને ૩૦.૦૪.૨૦૧૦  વચ્ચે જન્મેલ હોવો જોઇએ (બને તારીખો સહીત) આ શરત એસ.સી.અને એસ.ટી સહિત તમામ વર્ગના ઉમેદવારોને લાગુ પડે છે. પરીક્ષાનું માળખુ અને સંબંધિત જીલ્લાની જવાહર નવોદય વિધાલયમાં ખાલી જગ્યા સહીત વિગતવાર સુચના માટે નવોદય વિધાલય સમિતિની વેબસાઇટ www.navodaya.gov.in ની મુલાકાત લેવી. સંબંધિત જીલ્લામાં આવેલ જવાહર નવોદય વિધાલયના આચાર્યશ્રીનો સંપર્ક કરવો. લાયકાત ધરાવતા વિધાર્થીઓ અને વાલીઓને નોંધ લેવી. તથા પ્રવેશ પત્ર તા.૦૧-૦૩-૨૦૧૯ થી ઓનલાઈન મેળવી શકાશે લીમખેડા જવાહર નવોદય વિધાલયના આચાર્યશ્રી.પી મનીકંડન એ એક અખબારી યાદી દ્વારા જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!