સંજેલી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં વિરોધ કરી સૂત્રોચ્ચાર કરાયા.

દાહોદ

સંજેલી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં વિરોધ કરી સૂત્રોચ્ચાર કરાયા
ચૈતર વસાવાની છોડવામાં નહીં આવે તો તીરકામઠા લઈ આંદોલન કરવાની ચીમકી
એક તીર એક કમાન, આદિવાસી એક સમાનના નારા સાથે વિરોધ નોંધાવ્યો

દેડિયાપાડા એસડીએમ કચેરીમાં એક બેઠક બોલાવી હતી તેમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે થયેલ બબાલબાદ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપક કરાતા રાજકીય માહોલ ગરમાયા બાદ આદિવાસી સમાજ દ્વારા સૂત્રોચાર સાથે આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંજેલી નગરમાં જુના બસ સ્ટેશન ખાતે ગુરુ ગોવિંદચો આગળ સંજેલીના આદિવાસી પરિવાર દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થન મા આદિવાસી ઉતર્યા અને કાનાશાહી સરકાર સામે ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. જો ચૈતર વસાવાને જેલ મુક્ત કરવામાં નહીં આવે તો તીર કામટા લઈ રોડ પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. આદિવાસીઓના મસીહા ગણાતા નેતા દેડીયાપાડાના ધારાસભ્યચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવાયા હોવાના આક્ષેપો સાથે ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને ચૈતર વસાવાને તાત્કાલિક જેલમાંથી છોડવામાં નહીં આવે તો અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી સમાજ દ્વારા તીર કામઠા લઈને ઉગ્ર આંદોલન પર ઉતરવા કટિબદ્ધતા જાહેર કરવામાં આવી હતી. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવાએ આખી બાજપા સરકારને હચમચાવી નાખી છે. જેથી આદિવાસી નેતા આ ભ્રષ્ટાચારને ઉજાગર ન કરે તે માટે આ તાનાશાહી સરકારે ષડયંત્ર રચી અને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું રચી ચૈતર વસાવાને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હોવાના જલદ આક્ષેપો આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં અગાઉ છ નકલી કચેરીઓ ઊભી કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું તે વિષયમાં પણ ચૈતર વસાવાને જેલમાં નાખવા માં આવ્યા હતા. અને તાજેતરમાં પણ બચુભાઈ ખાબડના પુત્રો કરોડો નું કૌભાંડ આચરવામાં આવ્યું તે અંતર્ગત પણ ચૈતર વસાવાને રાજકીય કિન્નાખોરી દાખવી સેલ ની અંદર રાખવામાં આવ્યા હતા. જે અંતર્ગત આદિવાસી પરિવાર સૂત્રોચ્ચાર કરી કહેવા માંગે છે કે, જ્યારે જ્યારે આદિવાસીઓના હક્ક અને અધિકારોની લડાઈ હોય ત્યારે સરકાર આદિવાસીઓને નક્સલવાદી, ત્રાસવાદી જેવા નામથી બોલાવે છે. અને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જેથી અમો આદિવાસીઓ ચૈતર વસાવાના સમર્થનમાં ઉભા છીએ અને સપોર્ટ કરીએ છીએ. બળાત્કારીઓ અને ભૂમાફિયાઓ અને કરોડોનો ભ્રષ્ટાચાર કરનારાઓ સામે એફઆઇઆર થાય છે. પરંતુ તેઓ સામે કોઈ પણ જાતના એક્શન લેવામાં આવતા નથી. અને આદિવાસી નેતાઓ પર કંઈ પણ થાય ત્યારે તાનાશાહ સરકાર અને પોલીસ તંત્ર હરકતમાં આવે છે. અને આદિવાસી નેતાઓ સામે ખોટા કેસો દાખલ કરવામાં આવે છે. અને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. આદિવાસીઓ હવે સહન કરવાના નથી અને જરૂર પડે તો આદિવાસી સમાજ તીર કામઠા અને ગોફણ લઈ લડી લેવામાં પાછા નહિ પડીયે. કાયદો હાથમાં લઈશું, રસ્તાઓ પર ઉતરીશું અને ઉગ્ર આંદોલન કરીશું તેમ કહી આપના પ્રમુખે ટંકાર કરી વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ ડર્યો નથી અને ક્યારેય ડરસે પણ નહીં. અને તાનાશાહ સરકાર સામે લડતો રહેશે. જય જોહાર જય આદિવાસી નારા સાથે સંજેલી નગરમાં તાનાશાહ સરકાર સામે વિરોધ કરી ચૈતર વસાવાના સમર્થનમાં જોડાયા હતા.

One thought on “સંજેલી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં વિરોધ કરી સૂત્રોચ્ચાર કરાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!