ઝાલોદ તાલુકાના વગેલા ગામે ઢાકણી ફળિયામાં એસ.ઓ.જી પોલીસનો સપાટો
દાહોદ ઝાલોદ
ખેતર તથા વાડામાંથી રૂપિયા ૨.૦૯ લાખ ઉપરાતની કિંમતના લીલા ગાંજાના છોડવા સાથે ખેતર માલિક પકડાયો
ગઈકાલે મોડી સાંજે ઝાલોદ તાલુકાના વગેલા ગામે ઢાકણી ફળિયામાં આવેલ એક ખેતર તથા ઘરના વાડામાં દાહોદ એસ.ઓ.જી પોલીસની ટીમે ઓચિંતો છાપો મારી પ્રતિબંધિત એવા વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના રૂપિયા ૨.૦૯ લાખ ઉપરાંતની કિંમતના ૨૦.૯૪૦ કિલોગ્રામ વજનના લીલા છોડવા પકડી પાડી કબજે લઈ ખેતર માલિકની ઘરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના વગેલા ગામે ઢાકણી ફળિયામાં રહેતા ૫૯ વર્ષીય પારુ ભાઈ સૂરપાળભાઈ ડામોરે પોતાના ખેતર તથા વાડામાં પ્રતિબંધિત એવા વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના ૫૮ છોડોનું ગેરકાયદેસર વાવેતર કર્યું હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસ.ઓ.જી. પી.આઈ. રાણાને મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એસ.ઓ.જી. પી.આઈ. રાણા તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમે ગઈકાલે મોડી સાંજના સાતેક વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ વગેલા ગામે ઢાકણી ફળિયામાં રહેતા ૫૯ વર્ષીય પારુભાઈ સુરપાળભાઈ ડામોરના કબજા ભોગવટાવાળા ખેતર તથા ઘરના વાડામાં ઓચિંતો છાપો માર્યો હતો. અને ખેતર તથા વાડામાંથી પ્રતિબંધિત એવા વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના રૂપિયા ૨,૦૯,૪૦૦/-ની કુલ કિંમતના ૨૦.૯૪૦ કિલોગ્રામ કુલ વજનના ગેરકાયદેસર રીતે વાવેતર કરેલા લીલા ગાંજાના છોડ નંગ-૫૮ પકડી પાડી સાથે સાથે ખેતર માલિક પારુભાઇ સુરપાળભાઈ ડામોરની અટકાયત કરી હતી. અને પકડાયેલ ખેતર માલિક તેમજ પ્રતિબંધિત એવા માદક પદાર્થ લીલા ગાંજાના છોડવાનો જથ્થો ચાકલિયા પોલીસને સુપ્રત કરી આ મામલે ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચાકલિયા પોલીસે આ સંદર્ભે વગેલા ગામના ઢાકણી ફળિયાના પારુભાઈ સુરપાળભાઈ ડામોર વિરુદ્ધ એનડીપીસી એકટની એકટની કલમ- ૨૦એ મુજબ નાર્કોટિક્સનો ગુનો નોંધી સદર લીલા ગાંજાના છોડવાનું વાવેતર પહેલી વખત જ કર્યું કે અગાઉ પણ કર્યું હતું? અને જો અગાઉ પણ કર્યું હોય તો તે ગાંજાનો જથ્થો કોને કોને ત્યાં પહોંચાડ્યો હતો? તે બાબતની ઘનિષ્ટ પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી તેને જેલના સળિયા પાછળ મોકલી આપ્યો છે.

Get paid for every referral—enroll in our affiliate program! https://shorturl.fm/meESI