દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામના ૨૦ વર્ષીય આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાધો.
દાહોદ
દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામના હુમલા ફળિયામાં રહેતા ૨૦ વર્ષીય આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણસર પોતાના જ ગામમાં જુના તળાવ નજીકના ડુંગરા પર ઓહળાના ઝાડની ડાળી સાથે નાયલોનના દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યાનુ પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામના હુમલા ફળિયામાં રહેતા ખૂનાભાઈ રામચંદ્રભાઈ ભુરીયાના પુત્ર ૨૦ વર્ષીય પંકેશભાઈ ખૂનાભાઈ ભુરીયા નામના આશાસ્પદ યુવાન ગઈકાલે મોડી રાતના બે વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરેથી નીકળી તેના ગામના જૂના તળાવ નજીક ડુંગરા ઉપર ઓહળાના ઝાડની ડાળી સાથે નાયલોનના દોરડા વડે ગળે ફાંસો ખાઈ લટકી જઈ જીવતર ટુંકાવી લીધું હતું. આ વાતની બીજે દિવસે સવારે નવેક વાગ્યાના સુમારે ગામમાં જાણ થતા ગામ લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર દોડી ગયા હતા. અને આ અંગેની જાણ કતવારા પોલીસને કરતા, કતવારા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને ગામ લોકોની મદદથી મૃતક પંકેશભાઈ ભુરીયાની લાશને ઝાડની ડાળીએથી નીચે ઉતારી હતી. અને ત્યારબાદ પંચો રૂબરૂ લાશનું પંચનામુ કરી લાશને પીએમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી આ મામલે કતવારા પોલીસે મરણજનાર પંકેશભાઈ ભુરીયાની માતા મનાબેન ખનાભાઈ ભુરીયાએ આપેલ જાહેરાતને પગલે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Monetize your audience—become an affiliate partner now! https://shorturl.fm/32YDs