ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત ઝાલોદ તાલુકાના ઘટક ૨ના ડુંગરી સેજાના આંગણવાડી હેલ્પર બહેનોને રસોઈની અપાઇ તાલીમ
દાહોદ તા.૧૧
દાહોદ : હાલમાં ચાલી રહેલા સુપોષિત અને સી મેમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી હેલ્પર બહેનોને આંગણવાડી કેન્દ્રમાં સમયસર આવવા માટે અને આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા મેનુ મુજબ નાસ્તા માટે બાળક દીઠ કેટલા પ્રમાણમાં સામગ્રી લેવી અને તેને કઈ રીતે બનાવવી તે તમામ વાનગીઓનું લાઈવ વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું.
જેથી બાળકોને આપવામાં આવતા નાસ્તાઓની પૌષ્ટિકતા અને ગુણવત્તામાં સુધારો કરી શકાય. આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતા તેમજ બાળકોની સ્વચ્છતા માટે હાથ ધોવાની પદ્ધતિનો ડેમોસ્ટ્રેશન કરાવવામાં આવ્યું સાથે હેલ્પર બહેનો આંગણવાડી કેન્દ્રમાં લાભાર્થીઓને વધુને વધુ લાભ મળી રહે અને બાળકોમાં રહેલા કુપોષણને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે તે માટે યોગ્ય માર્ગદર્શન અને સમયસર કામગીરી કરવા માટેની સમજ આપવામાં આવી હતી.

