સરકારી ઇજનેરી કોલેજ દાહોદમાં “સ્ટ્રેસ મેનેજમેન્ટ” અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો
દાહોદ તા.૧૧
સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે “સ્ટ્રેસ મેનેજમેન્ટ” વિષયક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. સુધીર જોશી, જિલ્લા આયુર્વેદ અધિકારી, દાહોદ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમાના અવસરે ડૉ. સુધીર જોશી અને પ્રાધ્યાપક મંડળ નું હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતું. . ડૉ. જોશીએ વિદ્યાર્થીઓને આધુનિક જીવનશૈલીમાં વધતા તણાવ, તેના ચિહ્નો, તણાવના ટૂંકા અને લાંબા ગાળાના માનસિક તથા શારીરિક પરિણlમો અંગે વિસ્તૃત સમજ આપી. તેમણે સ્ટ્રેસ નિવારણ માટે વિવિધ આયુર્વેદિક ઉપાયો તેમજ સ્ટ્રેસ રિલેક્સેશન ટેકનિક્સ જેમ કે શ્વાસ নিয়ંત્રણ, ધ્યાન અને યોગ બાબતે ઉપયોગી માહિતી આપી.
કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અંતે આયોજિત પ્રશ્નોત્તરી સત્રમાં અનેક જિજ્ઞાસાઓ ઉકેલવામાં આવી હતી.
કોલેજના અધિકારીઓ, પ્રાધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આવો અવેરનેસ કાર્યક્રમ વિદ્યાર્થી જીવનમાં તણાવને સમજવા અને સંભાળવા માટે ઉપયોગી સાબિત થાય તે માટે આશા વ્યક્ત કરવામાં આવી હતી

