દાહોદના છાપરી ગામેથી ટ્રક ચોરી કરી જતાં તસ્કરો
દાહોદ તા.૧૧
દાહોદ તાલુકાના છાપરી ગામેથી ઘરની બાજુમાં આવેલ પાર્કિંગમાંથી એક ટ્રકની ચોરી થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદના છાપરી ગામે આંબા ફળિયામાં રહેતાં કિર્તનભાઈ બચુભાઈ નિનામાએ પોતાની ટ્રક પોતાના ઘરની બાજુમાં આવેલ પાર્કિંગમાં પોતાની ટ્રક લોક મારી પાર્ક કરી હતી. આ ટ્રકને ગત તા.૦૯મી જુલાઈના રોજ રાત્રીના કોઈપણ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ટ્રકની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે કિર્તનભાઈ બચુભાઈ નિનામાએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Promote our brand, reap the rewards—apply to our affiliate program today! https://shorturl.fm/uhmbw