દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આવેલા વિવિધ પુલોની માર્ગ અને મકાન વિભાગ, પંચાયત હેઠળ ચકાસણીની કાર્યવાહી હાથ ધરાઈ


દાહોદ તા.૧૨
તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી ઉપરનો પુલ તુટી જવાની દુર્ઘટના બનવા પામી છે. ત્યારે દાહોદ જિલ્લામાં આવેલા બ્રીજ તેમજ પૂલ અંગેની ખરાઇ કરવા જિલ્લા કલેકટર યોગેશ નિગુડે દ્વારા સૂચના આપવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં સલામતી અને સાવચેતીના ભાગરૂપે દાહોદ જિલ્લાના તમામ બ્રીજ કે પૂલોની સ્થિતિ કેવી છે ? જે પુલ કે બ્રિજની જર્જરીત કે ભયજનક સ્થિતિ જણાય તો તેનો ટેકનીકલ સર્વે કે મરામત કરવા અને જોખમી બ્રીજ તેમજ પૂલો પરના વાહન વ્યવહારને અવર-જવર માટે વૈકલ્પિ ક વ્યવસ્થા કરવા તેમજ ખાસ તકેદારી રાખવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે.
જે સંદર્ભે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક આવેલ ૧૬ પુલ ની તપાસણી અ.મ.ઈ. પંચાયત, પોલીસ ઇન્સ્પેક્ટર, સાગટાળા ને સાથે રાખી રૂબરૂ મુલાકાત લઇ ૧૬ જેટલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.


Refer friends and colleagues—get paid for every signup! https://shorturl.fm/KPHmi