દાહોદના મંડાવા રોડના હાઈ લેવલ બ્રિજની ચિંતાજનક હાલતના પગલે મરામતની કામગીરી હાથ ધરાઈ.
દાહોદ
ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને લઈને દાહોદ જિલ્લાનું જવાબદાર તંત્ર પણ જાગ્યું
દાહોદના મંડાવા રોડના હાઈ લેવલ બ્રિજની ચિંતાજનક હાલતના પગલે મરામતની કામગીરી હાથ ધરાઈ
મરામતની કામગીરીમાં નરી વેઠ ઉતારાતી હોવાની વ્યાપક લોક ફરિયાદો
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી ઉપરનો બ્રીજ તૂટી પડવાની ગંભીર હોનારતમાં સાત જેટલા વાહનો નદીમાં ખાબકાતા નવ લોકોના મોત થયા છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં ફરી ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે દાહોદ શહેર નજીક આવેલ મંડાવાવ રોડ ઉપર દરગાહ નજીકના હાઈ લેવલ બ્રિજની પણ જર્જરીત હાલત સામે આવતા એક તરફ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે બીજી તરફ જીલ્લાનું લાગતું વળગતું જવાબદાર તંત્ર દોડતું થયું છે અને તાબડતોબ મરામતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. પરંતુ તે કામગીરીમાં નરી વેઠ ઉતારાતી હોવાની લોક ફરિયાદો ઉઠી છે. દાહોદ શહેરના પ્રવેશ દ્વાર સમાન ગણાતા મંડાવાવ રોડ પર આવેલો ૧૦૦ મીટર લંબાઈનો ત્રણ ગર્ડર વાળો હાઈલેવલ બ્રિજ વર્ષ ૧૯૯૯ માં દોઢ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવાયો હતો. આ બ્રિજ ઉપરથી પસાર થતો માર્ગ દાહોદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો તેમજ મધ્યપ્રદેશ સાથે વાહનો અને રાહદારીઓની દૈનિક અવરજવરના મુખ્ય માર્ગ તરીકે જાણીતો છે અગાઉ અહીં આવેલો નાનો બ્રિજ ચોમાસામાં પાણીમાં ડૂબી જતો હોવાથી અવરજવર તંત્ર માટે તકલીફદાયક બની જતી હતી. જેથી આ નવો બ્રિજ તેના વિકલ્પ રૂપે બનાવવામાં આવ્યો હતો. હાલના સમયે બ્રિજના પાયા ધોવાઈ જવાને કારણે તેની સ્થિતિ નાજુક બની ગઈ છે. સતત વાહન વ્યવહારને કારણે બ્રિજ પર જોખમ યથાવત છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાની તાતી જરૂર છે. મંડાવાવ રોડનો બ્રિજ માત્ર દાહોદ નહીં પણ આસપાસના તમામ ગામો અને રાજ્ય વચ્ચેની કડી છે. 23 સ્થિતિમાં તંત્રએ ઝડપથી કાર્ય પૂર્ણ કરી વાહનચાલકો માટે સલામત અવરજવર સુનિશ્ચિત કરવી જોઈએ તેવું હાલના તબક્કે જણાઈ રહ્યું છે. ટી- બીમ ડીક સ્લેબ બ્રિજ એટલે શું……………. દાહોદ નજીક મંડાવાવ રોડ સ્થિત જેના પાયા ખવાયા છે તે ટી-બીમ ડીક સ્લેબ પ્રકારનો બ્રિજ છે. ટી-બીમ ઠીક સ્લેબ એ એવા પુલને કહેવાય છે જેમાં ઉપરથી પસાર થતા રસ્તાને ટેકો આપવા માટે ટી આકારના બીમ વપરાય છે. આ બીમ ઉપર સ્લેબ રખાય છે. અને આખું બંધાણ એક રૂપ બને છે ધાતુ કે કોન્ક્રીટમાંથી બનેલા ટેકા આપે એવા બીમ્સ જે “T” આકારના હોય છે. નીચે ભાગ ટેકા માટે અને ઉપરનો પટ્ટો રોડ અથવા પથારી ધરાવતો ભાગ હોય છે. બીમ્સ ઉપર આવેલી કોન્ક્રીટની પટ્ટી જે રસ્તો બને છે. અને વાહનો જે પરથી પસાર થાય છે તેના પાયા આખા પુલને ટેકો આપે છે.


Your network, your earnings—apply to our affiliate program now! https://shorturl.fm/C4L6b