દાહોદ રળીયાતી નવી વસાહતમાં રમાતા જુગાર પર દાહોદ પોલીસનો સપાટો.
દાહોદ રળીયાતી નવી વસાહતમાં રમાતા જુગાર પર દાહોદ પોલીસનો સપાટો
રૂપિયા ૧૨ હજાર ઉપરાંતના મુદ્દા માલ સાથે ૯ જુગારીયાઓને પકડી પાડી જેલ ભેગા કર્યા
ગઈકાલે સાંજે દાહોદ શહેર એ ડિવિઝન પોલીસે પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર એવા રળીયાતી ગામની નવી વસાહતમાં પત્તા પાના વડે રૂપિયા પર હાર જીતના જુગાર પર ઓચિંતો છાપો મારી રૂપિયા ૧૨,૪૮૦/-ની રોકડ તથા પત્તાની કેટ સાથે ૯ જેટલા જુગારીઆઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ નજીક રળીયાતી ગામે આવેલ નવી વસાહતમાં રૂપિયા વડે પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમાતો હોવાની ગુપ્ત બાતમી દાહોદ એ ડિવિઝન પોલીસને મળી હતી જે બાતમીને આધારે ગઈકાલે સાંજના પોણા પાંચ વાગ્યાના સુમારે દાહોદ શહેર એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીમાં દર્શાવેલ રળીયાતી ગામે નવી વસાહતમાં રમાતા જુગાર પર ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા રળીયાતી નવી વસાહત માં રહેતા ધર્મેશભાઈ સુરેશભાઈ ભોઈ, ગોવિંદભાઈ જગદીશભાઈ ભોઈ, રાજુભાઈ જીથરાભાઈ ભોઈ, આમિરખાન અબ્દુલ રહેમત પઠાણ દાહોદ ગારખાયા ખરાડિયા ફળિયામાં રહેતા હરીશકુમાર બાબુલાલ ભોઈ, દાહોદ સહકાર નગરમાં રહેતા જસવંતભાઈ બાબુભાઈ ભોઈ, દાહોદ માતંગી નગરમાં રહેતા લક્ષ્મણભાઈ ચંદર ભાઈ ભોઈ, દાહોદ ભોઈવાડામાં રહેતા દીપકભાઈ રૂપસિંગભાઈ ભોઈ, તથા રળીયાતી નવી વસાહતના મૂળ રહેવાસી અને હાલ દાહોદ પ્રસારણ નગરમાં રહેતા કિશોરભાઈ અમૃતલાલ ભોઈને જુગાર રમતાં રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને તેઓની અંગ ઝડતીના તેમજ દાવ પરના મળી કુલ રૂપિયા ૧૨,૪૮૦/-તથા પત્તાની કેટ પકડી પાડી કબજે લઈ પકડાયેલા તમામ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે તમામને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે.

Refer friends and colleagues—get paid for every signup! https://shorturl.fm/KPHmi
Earn recurring commissions with each referral—enroll today! https://shorturl.fm/SaRhm