ધાનપુર તાલુકામાંથી ૧૪ વર્ષિય સગીરાનું અપહરણ કરી જતો યુવક
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાંથી એક ૧૪ વર્ષિય સગીરાનું એક યુવકે શાળા બહારથી અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ધાનપુરના લખણા ગોઝીયા ગામે રહેતો મહેશભાઈ દિપસીંગભાઈ બારીયાએ ધાપુર તાલુકામાં રહેતી એક ૧૪ વર્ષિય સગીરાને પત્નિ તરીકે રાખવા સારૂ સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી ગત તા.૨૭મી જુનના રોજ સગીરાનું શાળા બહારથી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Partner with us and enjoy high payouts—apply now! https://shorturl.fm/C8noH