આર્થિક રીતે મદદ કરીને સામાન્ય લોકોને નવજીવન આપતી આયુષ્યમાન કાર્ડ યોજના : આયુષ્માન કાર્ડ યોજના હેઠળ મારા પિતાશ્રીને નિશુલ્ક આરોગ્ય સારવાર મળી તે બદલ સરકારશ્રીનો આભાર : સુરેશભાઇ પ્રજાપતિ : હાર્ટના પેસમેકર માટે જે લાખોનો ખર્ચ થતો હતો તે આયુષ્યમાન કાર્ડના લીધે અમને એકપણ રૂપિયો આપવો પડ્યો નથી : સુરેશભાઇ પ્રજાપતિ
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કુંભાર ફળિયામાં રહેતા જી કે. પ્રજાપતિને એક દિવસ અચાનક છાતીમાં દુખાવો થયો, ચક્કર આવતા તેઓને બેભાન થઇ પડી ગયા હતા. તાત્કાલિક તેમને બેભાન અવસ્થામાં જ સંતરામપુરની ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું ચેકઅપ કરનાર તબીબએ હાર્ટમાં તકલીફ હોવાનું જણાવ્યું હતું. એ સાથે રિપોર્ટ વડે કેસ ગંભીર હોવાની જાણ થતાં તેઓને અમદાવાદ કે વડોદરાની મોટી હોસ્પિટલમાં જવા માટે કહ્યું હતું. જેથી કરીને ત્યારે તેઓએ અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થઇ, આયુષ્માન કાર્ડ યોજના હેઠળ વિના મુલ્યે સારવાર લીધી હતી.
લાભાર્થી જી કે.પ્રજાપતિના પુત્ર સુરેશભાઇ પ્રજાપતિ સાથે વાત કરતા તેઓએ કહ્યું કે, મારા પિતાજીને એક દિવસ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. ચક્કર આવતા બેભાન થઇ પડી ગયા હતા. સાથે બીપી ઘટી જવું વધી જેવું મુશ્કેલી થતી હતી. ક્યારેક આખુ શરીર કામ ન કરે આખોમાં ઝળઝળીયા આવી જાય શરીર પર કાબુ ન રહે તેવું થવા માંડ્યું હતું. ત્યારે સંતરામપુરની ગાંધી હોસ્પિટલમાં મારા પિતાને દાખલ કરવામાં આવ્યા હતા. પછી ત્યાથી અમે ડોકટરના કહેવા મુજબ અમદાવાદની યુ એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યા. હોસ્પિટલમાં રીપોર્ટ કરવામાં આવ્યા ત્યારે અમને ખબર પડી કે, હાર્ટ બી.પી કન્ટ્રોલ કરી શકતું નથી. એટલે પેસમેકર બેસાડવું જરૂરી છે. યુ એન. મહેતા હોસ્પિટલમાં મારા પિતાજીને સર્જરી કરી પેસમેકર બેસાડવામાં આવ્યું છે. આજે મારા પિતા સ્વસ્થ છે. અમારી પાસેથી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટેનો કોઇપણ ખર્ચ લેવામાં આવ્યો નથી. જાણે આયુષ્યમાન કાર્ડ આવા કપરા સમયે અમારા માટે વરદાન બની ગયું હતું, એ માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ યોજના અમારા જેવા લોકો માટે મદદરૂપ નીવડી રહી છે.


Drive sales, earn big—enroll in our affiliate program! https://shorturl.fm/HPugc