દાહોદ જિલ્લા કક્ષા ગરબા રાસ સ્પર્ધા -૨૦૨૫ : દાહોદ જિલ્લા કક્ષાની ગરબા રાસ (પ્રાચીન અને અર્વાચીન) સ્પાર્ધામાં ભાગ લેવા માંગતા સ્પર્ધકે જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ ખાતે ફોર્મ ૨૧/૦૭/૨૦૨૫ સુધીમાં જમા કરવાનું રહેશે
દાહોદ તા.૧૪
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરીત કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્વારા સંચાલીત દર વર્ષની જેમ ચાલુ વર્ષે દાહોદ જિલ્લા કક્ષાની ગરબા રાસ સ્પર્ધાનુ આયોજન થનાર છે જેમાં ગરબા (પ્રાચીન અને અર્વાચીન) સ્પર્ધામા ભાગ લેનાર બહેનોની વય મર્યાદાનું ધોરણ ૧૪ થી ૩૫ વર્ષ નુ રહેશે. અને રાસમા ભાગ લેવા માંગતા કલાકારોનુ વય મર્યાદાનું ધોરણ ૧૪ થી ૪૦ વર્ષનુ રહેશે. ભાગ લેવા માટે પોતાનુ અરજી ફોર્મ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ,સરવે ભવન,પ્રથમ માળ, કોંફરસન્સ રૂમ,છાપરી દાહોદ ખાતે થી મેળવી તા.૨૧/૦૭/૨૦૨૫ સુધીમા કચેરીમા જમા કરવાનુ રહેશે. વધુ માહીતી માટે મોબાઈલ નંબર ૯૪૨૮૧૩૧૮૫૯ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દાહોદ દ્વારા જણાવાયું છે.


Your influence, your income—join our affiliate network today! https://shorturl.fm/4VzPi