ભથવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત સાસુ વહુ સંમેલન યોજાયું : “માં બનવાની ઉંમર એ જ, જયારે શરીર અને મન તૈયાર હોય”


દાહોદ તા.૧૫
વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન અન્વયે ભથવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાસુ વહુ સંમેલન યોજાયું હતું. જેમાં ગામ માંથી લક્ષિત દંપતી અને તેમની સાસુઓને બોલાવવામાં આવેલ હતા.
આ સંમેલનમાં વસ્તી વધારાની સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગે મોડા લગ્ન, બાળલગ્નો અટકાવવા, નાનું કુટુંબ સુખી કુટુંબ, લક્ષિત દંપતીને જરૂરિયાત મુજબ બિન કાયમી પદ્ધતિ જેવી કે પુરૂષો માટે નિરોધ, સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધક ગોળીઓ, અંતરા ઇન્જેક્શન, બે બાળકો વચ્ચે ગાળો રાખવો, કોપર ટી, બે કે તેથી વધુ બાળકો વાળા દંપતીઓમાં પુરૂષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી, સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપી અને ટાકાવાળું ઓપરેશન તેમજ કુટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપનાવનાર લાભાર્થીઓને મળતા આર્થિક લાભો અને દિકરી યોજના વિશે ખૂબ જ વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ દરમ્યાન જન સમુદાયમાં પુરુષ નસબંધીમાં સહભાગીદારી વધે તે માટે પુરુષોને અપીલ કરવામાં આવી હતી. આ સંમેલનમાં પ્રા. આ. કેન્દ્રના મેડિકલ ઓફિસર, સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ વર્કર, લક્ષિત દંપતીઓ, આશા બહેન હાજર રહયા હતા.


Share our offers and watch your wallet grow—become an affiliate! https://shorturl.fm/8eDk7