માર્ગ અને મકાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના જેશાવાડા દાહોદ રોડ પર પેચવર્કની કામગીરી
દાહોદ તા.૧૫
સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે અસરગ્રસ્ત રોડ-રસ્તાના કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા સઘન કામગીરી શરૂ છે. જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શનમાં પેચવર્ક, રસ્તાઓના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.
દાહોદ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના હસ્તકના જેશાવાડા દાહોદ માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.
અસરગ્રસ્ત રસ્તાઓના રીપેરીંગની કામગીરી થઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેટલવર્ક અને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. આમ, વરસાદના વિરામ બાદ નાના-મોટા માર્ગોનું મરામત કામ વહેલીતકે પૂર્ણ કરવા વહીવટી તંત્રએ પ્રતિબદ્ધતા દાખવી છે.


Your network, your earnings—apply to our affiliate program now! https://shorturl.fm/622wQ
Turn your traffic into cash—join our affiliate program! https://shorturl.fm/YKrVL