ધરતી આબા જન જાતીય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દેવગઢ બારીયા તાલુકાના સેવનીયા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયો કાર્યક્રમ


દાહોદ તા.૧૫
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેવાનિયાના સબ સેન્ટર સેવાનિયા 1મા સેવાનિયા મુખ્ય પ્રાથમિક શાળામાં ” ધરતી આંબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન ” કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આયુષ્યમાન કાર્ડ યોજના, જોખમી સગર્ભા, ટીબી મુકત પંચાયત, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના, વૃદ્ધ સહાય યોજના, સગર્ભા બહેનોના આધારકાર્ડ અને બેંક ખાતા, સંસ્થાકીય ડીલેવરી કરવા માટે સમજ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં સગર્ભા માતા, ૭૦ વર્ષ ઉપરના વય ધરાવતાને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા હતાં.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેવાનિયાના સ્ટાફ દ્વારા ધરતી આબા કાર્યક્રમ દરમિયાન લોકોનું ઉંમરના દાખલા , બિનચેપી રોગોની તપાસ, સિકલ રોગ માટેની તપાસ, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ આપવાની કામગીરી કરવામા આવી હતી.


Promote our brand and get paid—enroll in our affiliate program! https://shorturl.fm/SKzZ1