ધાનપુર પોલીસે વોચ ગોઠવી રૂપિયા ૩,૪૦ લાખ ઉપરાંતના વિદેશી દારૂ બિયર સાથે ક્રુજર ગાડી પકડી.

ધાનપુરના ખજુરી ગામે ત્રણ રસ્તા ચોકડી, પાણીના ટાંકા નજીક

ધાનપુર પોલીસે વોચ ગોઠવી રૂપિયા ૩,૪૦ લાખ ઉપરાંતના વિદેશી દારૂ બિયર સાથે ક્રુજર ગાડી પકડી

ગત રાતે પેટ્રોલિંગમાં નીકળેલ ધાનપુર પોલીસે ખજુરી ગામ ત્રણ રસ્તા ચોકડી પર પાણીની ટાંકી નજીક વોચ ગોઠવી રૂપિયા ૩,૪૦૮૦૦/-ની કુલ કિંમતના વિદેશી દારૂ તથા બીયર ટીનના જથ્થા સાથે ક્રુઝર ગાડી પકડી પાડી કુલ રૂપિયા ૬,૪૦,૮૦૦/-નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર પોલીસની ટીમ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી જીજે ૨૦ એન-૧૧૭૯ નંબરની એક ક્રુઝર ગાડી ધાનપુર તરફ કાળા કલરની એક સ્કોર્પિયો ગાડીના પાઇલોટિંગ હેઠળ ‌‌ આવી રહી છે. જે બાતમીને આધારે ધાનપુર પોલીસે ગત મોડી રાતે ખજુરી ગામે ત્રણ રસ્તા ચોકડી, પાણીની ટાંકી નજીક જરૂરી વોચ ગોઠવી હતી. અને ત્યાંથી પસાર થતાં નાના-મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી ઉભી હતી. તે દરમિયાન મોડી રાતના સવા વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ કાળા કલરની સ્કોર્પિયો ગાડીના પાયલોટિંગ હેઠળ પાછળ આવી રહેલી વિદેશી દારૂ-બીયર સાથેની ફોર્સ કંપનીની ક્રુઝર ગાડી દૂરથી આવતી જોતાં વોચમાં ઉભેલ ધાનપુર પોલીસ સાબદી બની હતી. તે વખતે પાયલોટિંગ કરી રહેલ સ્કોર્પિયો ગાડીના ચાલક ધાનપુરના સજોઈ ગામના દિનેશભાઈ મથુરભાઈ મેડાએ તથા ક્રુઝર ગાડીના ચાલકે પોલીસની વોચ જોઈ લેતા, પાયલોટિંગ કરી રહેલા દિનેશભાઈ મેડા પોતાની સ્કોર્પિયો ગાડી લઈ નાસી ગયો હતો. જ્યારે ક્રુઝર ગાડી નો ચાલક તેના કબજાની ક્રુઝર ગાડી ખજુરી ગામે ત્રણ રસ્તા ચોકડી, પાણીના ટાંકા નજીક રોડની સાઈડમાં મુકી રાત્રિના અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. જે ક્રુઝર ગાડી ધાનપુર પોલીસે પકડી તેની તલાસી લઈ ગાડીમાંથી પોલીસે રૂપિયા ૩,૪૦,૮૦૦/-ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયર ટીન મળી કુલ બોટલ નંગ-૨૧૬૦ પકડી પાડી સદર દારૂ-બિયરના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કિંમતની ક્રુઝર ગાડી મળી રૂપિયા ૬,૪૦,૮૦૦/-નો મુદ્દામાલ કબજે લઈ, નાસી ગયેલ સજોઇ ગામના દિનેશભાઈ મથુરભાઈ મેડા, કોટંબી ગામના વિનુભાઈ મગનભાઈ માવી તેમજ ફોર્સ કંપનીની ક્રુઝર ગાડીના ચાલક મળી કુલ ત્રણ જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે ત્રણેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

4 thoughts on “ધાનપુર પોલીસે વોચ ગોઠવી રૂપિયા ૩,૪૦ લાખ ઉપરાંતના વિદેશી દારૂ બિયર સાથે ક્રુજર ગાડી પકડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!