ઝાલોદ તાલુકાના આંબા ગામની 48 વર્ષીય આધેડ મહિલાએ ગળે ફાંસો ખાધો

દાહોદ

ઝાલોદ તાલુકાના આંબા ગામની 48 વર્ષીય આધેડ મહિલાએ ગળે ફાંસો ખાધો

ગત રોજ સાંજે ઝાલોદ તાલુકાના આંબા ગુણેશીયા ગામના નવી ખેડી ફળિયામાં રહેતી ૪૮ વર્ષીય એક આધેડ મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં લાકડાના સાડા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવતર ટુંકાવી લીધાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે તેવા સમયે પરમ દિવસ તારીખ ૧૩-૭-૨૦૨૫ ને રવિવારના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે ઝાલોદ તાલુકાના આંબા ગુણેશિયા ગામના નવી ખેડી ફળિયામાં પોતાના પરિવાર સાથે રહેતી ૪૮ વર્ષીય લીલાબેન રમેશભાઈ કટારાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં લાકડાના સરા સાથે દોરડું બાંધી દોરડાનો બીજો છેડો ગળામાં બાંધી ગળેફાંસો ખાઈ જીવતર ટુંકાવી લીધું હતું. આ સંબંધે મરણ જનાર લીલાબેન કટારાના પુત્ર ૧૯ વર્ષીય અજયભાઈ રમેશભાઈ કટારાએ ઉપરોક્ત કેફિયર ભરી લેખિત જાણ લીમડી પોલીસ સ્ટેશનમાં કરતા લીમડી પોલીસ તાબડતોબ આંબા ગુણેશિયા ગામના નવી ખેડી ફળિયામાં દોડી આવી હતી અને મરણ જનાર લીલાબેન કટારાની લાશને લાકડાના સરા પરથી નીચે ઉતારી પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે લીમડી સરકારી દવાખાને મોકલી આપી પોલીસે આ સંદર્ભે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા તૈયાર કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

5 thoughts on “ઝાલોદ તાલુકાના આંબા ગામની 48 વર્ષીય આધેડ મહિલાએ ગળે ફાંસો ખાધો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!