ઝાલોદ તાલુકાના રાજપુર ગામના ક્રિકેટના મેદાનમાં થયેલ મારામારીમાં બેને ઈજા.

ઝાલોદ

ઝાલોદ તાલુકાના રાજપુર ગામના ક્રિકેટના મેદાનમાં થયેલ મારામારીમાં બેને ઈજા

બે જણા વચ્ચે થયેલ બોલાચાલી બાબતે વાતચીત કરવા ઝાલોદ તાલુકાના રાજપુર ગામના ક્રિકેટના મેદાનમાં બોલાવી ઝાલોદ કસ્બાના ચાર યુવાનોએ ઝાલોદના બે યુવાનોને પ્લાસ્ટિકની પાઇપ વડે માર મારી તથા ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડ્યાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ કસ્બા માં રહેતા અલી ઉસ્માન મલેક નામના યુવાને ઝાલોદ ટીંબા ફળિયામાં રહેતા નિકુંજકુમાર ઉર્ફે બંટી રમેશભાઈ પટેલને કહેલ કે, “ગઈકાલે સાંજના તારી માસીના દીકરા દેવાંગ અને મારાભાઈ અમીન વચ્ચે બોલાચાલી થઈ હતી. તે બાબતે આપણે વાતચીત કરીએ,” તેમ કહી રાજપુર ગામના ક્રિકેટના મેદાનમાં બોલાવ્યા હતા. જેથી નિકુંજકુમાર ઉર્ફે બંટી રમેશભાઈ પટેલ તથા તેની માસીનો દીકરો દેવાંગ ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના સુમારે રાજપુર ગામે આવેલ ક્રિકેટના મેદાનમાં ગયા હતા. તે વખતે મેદાનમાં હાજર ઝાલોદ કસ્બાના અલી ઉસ્માન મલેકે નિકુંજકુમાર ઉર્ફે બંટી પટેલને પકડી રાખ્યો હતો. અને અમીન ઉસ્માન મલેક તથા સાકીર મકરાણી વગેરે તેમના હાથમાંની પ્લાસ્ટિકની પાઇપો વડે નિકુંજકુમાર ઉર્ફે બંટી પટેલને માથામાં તથા બરડાના ભાગે માર મારી તથા દેવાંગને પણ પ્લાસ્ટિકની પાઇપ તથા ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ સંબંધે ઝાલોદ ટીંબા ફળિયામાં રહેતા ઇજાગ્રસ્ત નિકુંજકુમાર ઉર્ફે બંટી રમેશભાઈ પટેલે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ઘટના અંગેની લેખિતમાં જાણ કરતાં ઝાલોદ પોલીસે આ સંદર્ભે પ્રાથમિક તબક્કે જાણવા જોગ નોંધી ઝાલોદ કસ્બામાં રહેતા અલી ઉસ્માન મલેક, અમીન ઉસ્માન મલેક, સાકીર મકરાણી તથા અન્ય એક વ્યક્તિની ઝાલોદ પોલીસે તાત્કાલિક ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે.

6 thoughts on “ઝાલોદ તાલુકાના રાજપુર ગામના ક્રિકેટના મેદાનમાં થયેલ મારામારીમાં બેને ઈજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!