મુનિ સિધ્ધાર્થ કુમારજીનો ૧૮ જુલાઈ શુક્રવારના ઉપવાસનો ૧૪ મો દિવસ.

દાહોદ

દાહોદમાં ૧૮ જુલાઈ ૨૦૨૫ શુક્રવારના તપનો અનુમોદના સમારોહ

મુનિ સિધ્ધાર્થ કુમારજીનો ૧૮ જુલાઈ શુક્રવારના ઉપવાસનો ૧૪ મો દિવસ

દાહોદ તા.૧૬

મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીના શિષ્ય મુનિશ્રી કોમલ કુમારજીના સાનિધ્યમાં ૧૮ જુલાઈ ૨૦૨૫ શુક્રવારના દાહેદના તેરાપંથ ભવનમાં રાતના ૮ વાગ્યે તપસ્યાનો અનુમોદના સમારોહ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મુનિશ્રી સિધ્ધાર્થકુમારજીનો ૧૪માં ઉપવાસના પ્રસંગે તેરાપંથી સભા અને તેરાપંથ મંદીબા મંડળ દાહોદ તરફથી તપસ્યાની અનુમોદનામાં ભાઈ-બહેનો તરફથી ભાષણ અને ગીતો રજુ કરવામાં આવશે. મુનિશ્રીએ ૧૦માં વર્ષાતપમાં ૧૪ની તપસ્યા કરી એકથી પંદર સુધીની ઉપવાસની કડી પુરી કરી છે. આ લાભ દાહોદ તેરાપંથી સમાજ સિવાય પુરા દાહોદ જૈન સમાજને મળ્યો છે. આ કાર્યક્રમમાં દાહોદ સિવાય ગુજરાત અને મધ્યપ્રદેશના ભાઈ-બહેનો પણ આવશે અને તપની અનુમોદનામાં પોતાના વિાચરો રજુ કરશે. આ કાર્યક્રમમાં તેરાપંથી સમાજ સિવાય દાહોદનો પુરો જૈન સમાજ પણ ભાગ લેશે. મુનિશ્રી કોમલકુમારજીના નવમા વર્ષાતપ પ્રસંગે અને શ્રાવક શ્રી સુનીલભાઈ પીપાડાના ૧૦ ઉપવાસ અને બીજા ભાઈ-બહેનોએ જેમણે અઠમ તપ (મહા ઉપવાસનો) કર્યુ છે એમની પણ તપની અનુમોદના કરવામાં આવશે.


6 thoughts on “મુનિ સિધ્ધાર્થ કુમારજીનો ૧૮ જુલાઈ શુક્રવારના ઉપવાસનો ૧૪ મો દિવસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!