દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૧૮૯ને પાર

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી

દાહોદ, તા.ર

દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કુલ આંકડો ૧૧૮૯ ને પાર પહોંચી જવા પામ્યો છે. આજે ૧૧ લોકોએ કોરોના સામે જંગ જીતતા તેઓની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને આ સાથે એક્ટીવ કેસ ૧૫૫ રહેવા પામ્યા છે અત્યાર સુધી કોરોનાથી ૫૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આજે ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી (૧) પટેલ સુરેશ વી (ઉ.ર૯ રહે. વચલુ ફળીયુ રૂવાબારી દે.બારીયા), (ર) રૂકૈયા ઈસ્માઈલ રાસીદવાલા (ઉ.પ૦ રહે. કાપડી ધાનપુર રોડ દે.બારીયા), (૩) સીધી જેંન્તીરામ ચંદાની (ઉ.૪૦ રહે. ગોદી રોડ દાહોદ), (૪) મહાવર કેસરબેન પ્રેમચંદ (વ.પ૭ રહે. નર્સીંગ કોલોની ગોધરા રોડ દાહોદ), (૫)મામદાણી વિનય નરેન્દ્રભાઈ (ઉ.૩૧ રહે. સ્ટેશન રોડ દાહોદ), (૬) શાહ રાજેશ જયંતિલાલ (ઉ.પપ રહે. ગોધરા રોડ લીમડી ઝાલોદ), (૭)શાહ હિમાંશુ રાજેશભાઈ (ઉ.ર૪ રહે. ગોધરા રોડ લીમડી ઝાલોદ), (૮) રાઠોડ અશોક મોહનભાઈ (ઉ.૩૩ રહે. લીંબચ ફળીયા કારઠ ઝાલોદ), (૯) નિનામા અવિનાશ બાબુભાઈ (ઉ.૧૮ રહે. મીઠા ચોક ઝાલોદ), (૧૦) પચાલ જશવંત કોદરભાઈ (ઉવ.૬૭ રહે. લુહારવાડા ઝાલોદ), (૧૧) પચાલ નિરૂબેન જશવંતભાઈ (ઉ.પર રહે. લુહારવાડા ઝાલોદ), (૧૨) નિનામા શંકુતલા બાબુભાઈ (ઉ.૪ર રહે. લુહારવાડા ઝાલોદ), (૧૩)પરીખ સેતુભાઈ પંકજભાઈ (ઉ.૪પ રહે. હનુમાન નગર ઝાલોદ), (૧૪) પરીખ કવિતા પંકજભાઈ (ઉ.૪૩ રહે. હનુમાન નગર ઝાલોદ) અને (૧૫) નિસરતા સુનિતા ઈકલેશભાઈ (ઉવ.રપ રહે. સંગાડા ફળીયા મલવાસી ઝાલોદ) આમ, ઉપરોક્ત કોરોના દર્દીઓના રહેણાંક વિસ્તાર ખાતે આરોગ્ય તંત્ર દ્વારા સેનેટરાઈઝીંગ સહિતની કામગીરી હાથ ધરી દીધી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!