ફતેપુરા તાલુકાના વલુંડી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ રમીલાબેન તેરસીંગભાઇ બરજોડ બિન હરીફ ચૂંટાયા.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના વલુંડી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ રમીલાબેન તેરસીંગભાઇ બરજોડ બિન હરીફ ચૂંટાયા

ટેકેદારો દ્વારા મીઠાઈ વેચી ફુલહાર કરી બેન્ડબાજા બજાવી ખુશી વ્યક્ત કરવામાં આવી
           ફતેપુરા તાલુકાના વલુંડી ગ્રામ પંચાયતમાં આજરોજ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં વલુંડી ગ્રામ પંચાયતના સરપંચ કૈલાશબેન મનુભાઈ બરજોડ સહિત ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા વલુંડી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે રમીલાબેન તેરસીંગભાઇ બરજોડ ની બિન હરીફ વરણી થતાં ટેકેદારો ગવજીભાઈ બરજોડ શાંતિલાલ ભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ફૂલહાર કરી બેન્ડવાજા વગાડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી

One thought on “ફતેપુરા તાલુકાના વલુંડી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ રમીલાબેન તેરસીંગભાઇ બરજોડ બિન હરીફ ચૂંટાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!