સીંગવડમાં મનરેગા કૌંભાંડ સબબ સીંગવડના ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

દાહોદ તા.૨૨

મનરેગા યોજનામાં કાગળ પરજ કામો બતાવી અને કરેલા ભ્રષ્ટ્રાચારની તપાસ કરી ગુનો દાખલ કરવા સીંગવડના ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારીઆ તાલુકામાં મનરેગા યોજના કૌંભાંડને પગલે સમગ્ર દાહોદ જિલ્લાની સાથે સાથે ગુજરાત રાજ્યભરમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કૌંભાંડમાં દાહોદ પોલીસ દ્વારા એકપછી એક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સીંગવડ તાલુકામાં પણ નરેગા યોજનામાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાના આક્ષેપો સાથે ગતરોજ સીંગવડના ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે. જેમાં તેઓના જણાવ્યાં અનુસાર, સીંગવડ તાલુકામાં કટારાની પાલ્લી ગ્રામ પંચાયતમાં છેલ્લા ૩ વર્ષમાં મનરેગા યોજના હેઠળ જમીન સમતના ૧૦૮, કામો, બ્લોક પ્લાંટેશનના ૬૪, જુથ કુવા ૧૨, સ્ટોનબંધ ૨૨, માટીમેટલ રોડ ૧૧, સી.સી. રોડ ૧૧ તથા ચેકડેમ ૭ એમ કુલ ૨૨૯ કામો માત્ર કાગળ પર બતાવી ખુબ મોટા પાયે ભ્રષ્ટ્રાચાર કરેલ હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે. વધુમાં ગ્રામજનોના જણાવ્યાં અનુસાર, આમ કામો જાેતા કટારાની પાલ્લી ગામનું કુલ ક્ષેત્રફળ ૨૪૩.૦૦૭૯ છે જેમાં ૧૧૬.૯૨૩૪ ક્ષેત્રફળ ખેતી લાયક વિસ્તાર આવેલ છે. પંચાયતમાં ૨૩૩ જેટલા રેશનકાર્ડ ધારકો છે. જેની સામે ૮૧૫ જેટલા ખોટા જાેબકાર્ડ ઈસ્યુ કરેલ છે. ટી.ડી.ઓ., એ.પી.ઓ., ટેકનીકલ જી.આર.એસ. અને એન્સીની મીલી ભગતથી કરોડો રૂપીયાનો ભ્રષ્ટ્રાચાર આચર્યાે છે. જેની સામે તાત્કાલિક યોગ્ય તપાસ કરી પગલાં લેવામાં આવે તે માટે ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

2 thoughts on “સીંગવડમાં મનરેગા કૌંભાંડ સબબ સીંગવડના ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!