દાહોદમાં વધુ ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૨૦૪ને પાર
સુભાષ એલાણી
દાહોદ, તા.૩
દાહોદમાં આજે વધુ ૧૫ કોરોના દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવવા પામ્યા છે. આમ, દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૨૦૪ને પાર કરી ગયો છે. આજે વધુ ૧૦ વ્યક્તિઓએ કોરોના સામે જંગ જીતતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદમાં એક્ટીવ કેસો ૧૫૯ અને કોરોનાથી અત્યાર સુધી ૬૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આજના પોઝીટીવ કેસોમાં (૧) ધવલકુમાર ચંદ્રવદન પરમાર (ઉ.૩૮ રહે. નવકાર નગર દાહોદ), (ર) બાબુભાઈ વાલાભાઈ પ્રજાપતિ (ઉ.૬પ રહે. રામપુર ધાનપુર દાહોદ), (૩) દર્જી નિલમબેન નિલેશભાઈ (ઉ.ર૪ રહે. નિચવાસ ફળીયુ જેસાવાડા), (૪) ચોૈહાણ શનાભાઈ રૂપસીંગભાઈ (ઉ.૪૭ રહે. સીમાડા ફળીયુ પરપાટા), (પ) પીઠાયા રીનાબેન અનીલભાઈ (ઉ.રર રહે. રાણાપુર ગામતળ ફળીયા રાણાપુર), (૬) પ્રિતમાણી માયા વિજયભાઈ (ઉ.૩૬ રહે. ગોદી રોડ દાહોદ), (૭) પ્રિતમાણી વિજયભાઈ લેખરાજ (ઉ.૩૮ ગોદી રોડ દાહોદ), (૮) રાણા ગણેશભાઈ બાબુભાઈ (ઉ.૪પ રહે. રાણા શેરી દે.બારીયા), (૯) પ્રજાપતિ રાકેશ જગદીશચંદ્ર (ઉ.૩૦ રહે. લક્ષ્મીનગર દાહોદ), (૧૦) રાઠોડ વિરભદ્ર પ્રાવીર (ઉ.ર૩ રહે. બજાજ શો રૂમ દાહોદ રોડ લીમડી), (૧૧) નેમચીયા કલ્પનાબેન કલ્પેશભાઈ (ઉ.ર૮ રહે. નવાગામ ઉગમણા ફળીયા બોરડી), (૧ર) પડીયાર ધવલભાઈ મુકેશભાઈ (ઉ.રપ રહે. કોળીવાડ ઝાલોદ), (૧૩) ઈસ્માઈલ નાનાભાઈ રાસીદવાલા (ઉ.પ૧ રહે. કાપડી ધાનપુર રોડ દે.બારીયા), (૧૪) અમલીયાર કિરણભાઈ તેજમલભાઈ (ઉ.રપ રહે. એસ આર પેટ્રોલ પંપ મેન રોડ સુખસર), (૧પ) સોની મહેશભાઈ પુનમચંદ (ઉ.૪પ રહે. મેન રોડ એસ આર પેટ્રોલ પંપની સામે) આમ, ઉપરોક્ત ૧૫ પોઝીટીવ દર્દીઓનો પોઝીટીવ કેસોમાં વધુ સમાવેશ થતાં આરોગ્ય તંત્ર દ્વારા ઉપરોક્ત દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં સેનેટરાઈઝીંગ સહિતની કામગીરીમાં જાેતરાઈ ગઈ છે.
#Sindhuuday Dahod

