દુષ્કર્મના ગુના સબબ વડેલાના આરોપીને લીમખેડા કોર્ટે ૨૦ વર્ષની કેદની સજા ફટકારી.

,દાહોદ

દુષ્કર્મના ગુના સબબ વડેલાના આરોપીને લીમખેડા કોર્ટે ૨૦ વર્ષની કેદની સજા ફટકારી

ભોગ બનનાર સગીરાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા હુકમ

૧૩ વર્ષીય સગીરાનુ અપહરણ કરી તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાના ગુના સબબ પબ્લિક પ્રોસિક્યુટરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી લીમખેડા કોર્ટે કિડનેપિંગ વિથ રેપના આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૧૦,૦૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ મહિનાની કેદ તેમજ ભોગ બનનાર સગીરાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવાનો હુકમ ખુલ્લી અદાલતમાં ફરમાવતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાયો હતો. દેવગઢ બારીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષીય એક સગીરાને લીમખેડા તાલુકાના વડેલા ગામનો મહેન્દ્ર દલાભાઈ પટેલ ગત તારીખ ૨૬-૪-૨૦૨૪ ના રોજ પોતાની પત્ની બનાવવાના ઇરાદે અપહરણ કરી લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ સંબંધે પિપલોદ પોલીસ સ્ટેશનમાં અપહરણ, બળાત્કાર તેમજ પોસ્કો એક્ટ મુજબ મહેન્દ્ર દલાભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ બાદ સંયોગિક પુરાવાઓ સાથે સમગ્ર કેસ લીમખેડા સેશન કોર્ટમાં તબદીલ કરવામાં આવ્યો હતો. લીમખેડાની એડિશનલ સેશન્સ એન્ડ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતા પબ્લિક પ્રોસિક્યુટર એસબી ચૌહાણની ધારદાર દલીલોને ધ્યાને લઈ વિદ્વાન ન્યાયાધીશ એચ.એચ ઠક્કરે આરોપી મહેન્દ્ર પટેલને તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૧૦,૦૦૦/- નો દંડ, અને જો દંડ નહીં ભરે તો વધુ છ માસની કેદની સજા તથા ભોગ બનનાર સગીરાને રૂપિયા ૪ લાખ વળતર ચૂકવવાનો ખુલ્લી અદાલતમાં હુકમ ફરમાવતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.

2 thoughts on “દુષ્કર્મના ગુના સબબ વડેલાના આરોપીને લીમખેડા કોર્ટે ૨૦ વર્ષની કેદની સજા ફટકારી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!