દાહોદના રાછરડા એપીએમસીના ગોડાઉનમાંથી યુરિયાનો ગેરકાયદેસર જથ્થો પકડાયો.
દાહોદ
છેલ્લા કેટલાક દિવસોથી ખાતરની અછતની વ્યાપક બૂમો વચ્ચે
દાહોદના રાછરડા એપીએમસીના ગોડાઉનમાંથી યુરિયાનો ગેરકાયદેસર જથ્થો પકડાયો.
ખાતરની અછતની વ્યાપક બુમો વચ્ચે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રાછરડા ગામે એપીએમસીના ગોડાઉનમાંથી ૩૦૭ જેટલી થેલી યુરિયા ખાતરનો ગેરકાયદેસર જથ્થો પકડાતા દાહોદ જિલ્લા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. છેલ્લા કેટલાક દિવસોથી દાહોદ જિલ્લામાં યુરિયા ખાતરની કૃત્રિમ અછત સર્જાઇ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. જે ફરિયાદો દાહોદ ખેતીવાડી વિભાગના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) સીએમ પટેલને મળી હતી. જે ફરિયાદને આધારે એકાએક હરકતમાં આવેલા ખેતીવાડી વિભાગના નાયબ ખેતી નિયામક સીએમ પટેલે પોતાની ટીમને લઈ પોલીસ બંદોબસ્ત સાથે દાહોદ તાલુકાના રાછરડા ગામે આવેલ એપીએમસીના ગોડાઉનમાં ગઈકાલે ઓચિંતો છાપો માર્યો હતો. તે વખતે તે ગોડાઉનને તાળું મારેલ હોય અને તે ગોડાઉનના માલિકની ઓળખ ન થતા તે ગોડાઉનના દરવાજાને મારેલ તાળું તોડી ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉનમાં યુરિયાનો ગેરકાયદેસર મોટો જથ્થો જોઈ નાયબ ખેતી નિયામક તેમજ તેમની ટીમ વગેરે ચોંકી ઉઠ્યા હતા. તેઓએ ગોડાઉનમાંથી ૩૦૭ થેલી યુરિયાનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડ્યો હતો. જેમાંથી મોટાભાગનો જથ્થો એટલે કે ૨૩૨ થેલીઓ ચંબલ ફર્ટિલાઇઝરનો હોવાનું જણાઈ આવ્યું હતું. ચંબલ ફર્ટિલાઇઝર ખાતર દાહોદ જિલ્લામાં એલોટ થતું નથી. જેથી તે ખાતરનો જથ્થો રાજસ્થાન અથવા મધ્યપ્રદેશથી લવાયો હોવાનું જણાઈ આવ્યું હતું. જાણવા મળ્યા મુજબ જે સ્થળેથી ખાતરનો આ ગેરકાયદેસર જથ્થો પકડાયો છે તેનો કોઈ પણ જાતનો પરવાનો ન હોવાનું અને કોઈ પણ જાતનું લાયસન્સ ન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. નાયબ ખેતી નિયામક ખેતી પકડેલ યુરિયાના જથ્થા અંગેની માહિતી જિલ્લા કલેકટરને આપી હતી. યુરિયા ખાતરનો આ ગેરકાયદેસર જથ્થો કોનો છે? અને ક્યાંથી લવાયો છે? તે હકીકત બહાર આવ્યા બાદ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું નાયબ ખેતી નિયામક શ્રી એમ પટેલે જણાવ્યું છે. પકડાયેલ યુરિયા ખાતરનો ગેરકાયદેસર જથ્થાનું જરૂરતમંદ ખેડૂતોમાં વેચાણ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.


https://shorturl.fm/5dy6t