દાહોદ શહેરના સુજાઈબાગ ખાતે એક પરિવારના 6 સદસ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચ્યો
સુભાષ એલાણી
દાહોદ તા.૦૪
દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરના પારખા કરી મોતને વહાલું કરી લેતાં શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ સુજાઇબાગના રહેવાસી સૈફુદ્દીન દુધિયાવાલા તેમજ તેમની પત્ની થતાં ત્રણ પુત્રીઓ ગઈકાલે અગમ્ય કારણોસર ઝેરના પારખા કરી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ વાયુવેગે વરસમાં તેમજ શહેર – જિલ્લામાં પ્રસરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ આરંભી દીધી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે એક જ પરિવારના પાંચ પાંચ સભ્યોના સામૂહિક આત્મહત્યાથી ગોરા સમાજમાં ચકચાર મચી જવા પામી છે. જોકે આ પરિવારે કયા કારણોસર પોતાની જીવનલીલા સંકેલી લીધી કે હાલ જાણી શકાયું નથી. ત્યારે પોલીસે આ મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લા એસ.પી.સહિતની ટીમનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
દાહોદ શહેરના સુજાઈબાગ વિસ્તારમાં દાઉદી વ્હોરા સમાજના એકજ પરિવારના પાંચ સદસ્યો જેમાં (૧) સૈફુદ્દીન શબ્બીરભાઈ દુધિયાવાલા (ઉ.વ.૪૨) તેમની પત્નિ (૨) મેજબીન દુધિયાવાલા (ઉ.વ.૩૫), તેમની ૩ પુત્રીઓ (૩) જૈનબ (ઉવ.૧૬), (૪) અરવા (ઉ.વ.૧૬) જૈનબ અને અરવા જુડવા પુત્રીઓ છે અને (૫) હુસૈના (ઉ.વ.૭) આ પાંચેય જણાએ પોતાની જીંદગી ટુંકાવી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમીક દ્રષ્ટિએ કોઈ ઝેરી પદાર્થ લઈ આત્મહત્યા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે હાલ સુધી ખરેખર કયાં કારણથી પરિવારે પોતાની જીંદગી ટુકાવી છે. તે અંગે અનેક તર્ક વિતર્કાે વહેતા થવા પામ્યા છે. પોલીસની પ્રાથમીક તપાસ દરમ્યાન આર્થિક સંકળામણને કારણે આ ઘટનાને અંજામ અપાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. પરિવારે એકસાથે પોતાનું જીવન ટુંકાવ્યું છે તે પરિવારે એકસાથે ભોજનમાં કોઈ પદાર્થ લીધો છે કેમ? તેની તપાસ પણ હાથ ધરાઈ રહી છે. ઘટના સ્થળેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ કે અન્ય કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવેલ ન હોઈ હાલ તો આ આત્મહત્યાનું રહસ્ય વધુ ઘેરૂ બન્યું છે. પોલીસે ઘટના સ્થળેથી ભોજનના નમુના, બીજા સાંયૌજીક પુરાવા સહિતની વસ્તુ એકત્ર કરી છે જ્યારે પરિવારના પાંચેય સદસ્યોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે.પોસ્ટમોર્ટમ પછીજ આત્મહત્યાનું કારણ અથવા બનાવ પરથી પડદો ઉઠશે તેવું લાગી રહ્યું છે.
સ્થાનીક ઘટના સ્થળે ચર્ચાતી માહિતી મુજબ પરિવારના મોભીએ પોતાની જ સગા – સંબંધીમાંથી દાગીના લાવ્યો હોવાનું અને તે દાગીના પરત ન આપી શકવાનું કારણ પણ આ ઘટનાની પાછળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાને પગલે સ્થળ પર વ્હોરા સમાજના આસપાસના લોકો સહિત પરિવારના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટોળામાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ વહેતી થવા માંડી છે ત્યારે એ આ સમગ્ર આત્મહત્યાનીનું સાચું કારણ જાણે મૃતકો સાથે જ દફન થઈ ગયું હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે કારણ કે, સમાજના લોકો તેમજ ઉપસ્થિત લોકો વચ્ચે પોત પોતાના હિસાબે આ આત્મહત્યાને અનેક વણાંક આપવામાં આવી રહ્યો છે.
————
આજરોજ શહેરના ગોધરારોડ વિસ્તારમાં આવેલ સુજાઇબાગ સ્થિત એક બહુમાળીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી છે. પોલિસે હાલ લાશનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ જ મોટું સાચું કારણ જાણવા મળશે.
(પીઆઈ. કરણ સાહેબ, દાહોદ ટાઉન પોલિસ )
———-
વધુમાં જાણવા મળ્યા અનુસાર, સુજાઈબાગના બતુલ એપાર્ટમેન્ટમાં રહેતો આ પરિવારનાં મૃતદેહો બે રૂમોમાંથી મળી આવ્યા હતા. એક મૃતદેહ એક રૂમમાંથી મળી આવી હતી અને બીજા ચાર મૃતદેહો બીજા રૂમમાંથી મળી આવ્યા હતા. રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં લખ્યું છે કે, મારી સ્વકૃતિથી આ પગલું ભરી રહ્યો છુ. આ સુસાઈડ નોટ સિવાય હાલ કોઈ બીજી શંકાસ્પદ કોઈ વસ્તુ મળી નથી. આજુબાજુમાં રહેતા લોકો પાસેથી જાણવા મળ્યા અનુસાર, આ પરિવાર ફાઈનાન્સીયલ ભીસમાં હતુ. પોલીસે આ પરિવારના બેંક એકાઉન્ટોની પણ તપાસ હાથ ધરી છે. પોલીસે એફએસએલ સહિતની કામગીરી પણ હાથ ધરી છે. આ પરિવારે કોઈ ઝેરી પદાર્થ પાણી અથવા ઠંડાપીણામાં ભેણવી ઝેર પીધું હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.
————
આ દંપતિએ જાણે આત્મહત્યા કરી લેવાનો મક્કમ ઈરાદો જ કરી લીધો હોય તેમ જણાઈ આવ્યું છે. સૈફુદ્દીનભાઈના પિતા શબ્બીરભાઈના પિતા દ્વારા જાણવા મળ્યા અનુસાર, ગતરોજ એટલે કે, બનાવની એક રાત્રી પહેલા શબ્બીરભાઈ પોતાની દિકરીને ત્યા ગયા હતા. દિકરીને ત્યાંથી શબ્બીરભાઈ ઘરે આવવા નીકળના હતા કે, સૈફીદ્દીનભાઈનો પિતા શબ્બીરભાઈ પર ફોન આવ્યો અને કહ્યુ હતુ કે, તમે આજે બહેન સકીનાને ત્યા રોકાઈ જાઓ અને સવારે ઘરે આવજાે, આમ, પિતા શબ્બીરભાઈ રાત્રી રોકાણ પોતાની દિકરીને ત્યા કર્યું હતુ અને વહેલી સવારે સાડા આઠ વાગ્યે ઘરે આવતાં પુત્ર સહિત આખા પરિવારની લાશ ઘરમાં જાેતા વેંત પિતા શબ્બીરભાઈના હોશ ઉડી હતા અને બુમાબુમના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સાથે જ આસપાસમાં રહેતા લોકો ઘરમાં પણ ઉમટી પડ્યા હતા. સ્થિતીને જાેતા પરિવારજનોમાં આક્રંદનો માહૌલ છવાઈ ગયો હતો.
—————–
સૈફુદ્દીન દુધિયાવાલાનું બીજુ મકાન મધ્યપ્રદેશ અને દાહોદને અડીને આવેલ બરઝર ખાતે આવેલ છે. આ મકાનમાં હાલ કોઈ રહેતુ નથી પરંતુ ત્યાના રહીશોને પણ આ ઘટનાની જાણ થતાં આ વિસ્તારમાં પણ સ્તબ્ધતા છવાઈ જવા પામી હતી અને અનેક ચર્ચાઓએ જાેર પકડ્યું હતું.આ પરિવાર એક મધ્યમ વર્ગીય પરિવાર હતો.કહેવાય છે કે, સમાજ અને સગાસંબંધીઓનું પણ નાણાં લેવડને લઈ દબાણ હોવાની પણ ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે ત્યારે નાણાંની ભીસને કારણે આ પરિવારે આત્મહત્યા કરી હોવાની લોકબુમો વચ્ચે પોલીસ તપાસ દ્વારા ઘનિષ્ઠ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે તો સાચું કારણ જાણી શકાય તેમ છે.
—————-
આ પરિવારના મોભી એટલે કે, સૈફુદ્દીનભાઈ પિતા સાથે પોતાના જ વિસ્તારમાં ડિસ્પોસીબલ ડિસ,વાડકી,ગ્લાસની ધંધો કરતાં હતો અને પરિવાર સામાન્ય સ્થિતીમાં જાેવતો હતી. આ સમગ્ર મામલે સૈફુદ્દીનભાઈના પિતા શબ્બીરભાઈ નોમાનભાઈ દુધિયાવાલ (ઉ.વ.૭૨) દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે જાહેરાત આપતા જણાવ્યું હતુ કે, પોતે તથા પરિવાર ડિસ્પોસીબલ ડિસ,વાડકી,ગ્લાસનો વેપાર ધંધો કરે છે.તેઓને વસ્તારમાં બે છોકરા તથા એક છોકરી જેમાં સૌથી મોટો સૈફી ઉર્ફે સૈફુદ્દીનભાઈ છે જેના લગ્ન દાહોદના હન્નાનભાઈ કુંદાવાલાની છોકરી મેહઝબીન સાથે કરેલ છે અને તેને વસ્તારમાં ત્રણ છોકરીઓ છે જેમાં બે છોકરીઓ જુડવા છે અરવા તથા જૈનબ છે તેના પછીની હુસેના છે. મોટા છોકરા સૈફી પછીની સકીનાબેનને દાહોદના ખોજેમાભાઈ અબ્બાસભાઈ રાણાપુરવાલા સાથે લગ્ન કરેલ છે અને તે તેની સાથે રહે છે તેના પછીનો છોકરો અલીઅસગર જે આજથી ગયા બે વર્ષ પહેલા મરણ ગયેલ છે જેનું હાલમાં કોઈ નથી અને શબ્બીરભાઈ તથા પત્ની મરીયમ તથા મારો છોકરો સૈફી ઉર્ફે સૈફુદીન તેની પત્ની તથા છોકરીઓ સાથે ભેગા રહીએ રહેતા હતા. ગઈ તા.૦૨/૦૯/૨૦૨૦ ના રોજ શબ્બીરભાઈ અને તેમની પત્ની ઘરેથી મારી છોકરી શકીનાબેનને ઘરે ગયેલ હતી અને ગઈ કાલ સાંજના આશરે ચારેક વાગ્યે મારા છોકરા સૈફિ ઉર્ફે સૈફુદ્દીન એ કહેલ કે, બાપા તમે શકીનાબેનના ઘરે રોકાજો અને સવારે આઠ – નવેક વાગ્યે આવી જજો તેમ કહેતા શબ્બીરભાઈ તેની સાથે એક્ટીવા પર બેસી મારી છોકરી શકીનાના ઘરે ગયેલા અને શબ્બીરભાઈ શકીનાના ઘરે રોકાયેલ અને શબ્બીરભાઈનો છોકરો ઘરે જતો રહેલ તે પછી સાંજના સાડા પાંચ વાગ્યે શબ્બીરભાઈ તથા તેમની પત્ની મરીયમબેન બંને જણા દાહોદ સૈફી નગરમાં રહેતા સાળાના ઘરે જતા રહેલ અને ત્યાં સાંજના જમી પરવારી સુઈ ગયેલા અને આજ રોજ શબ્બીરભાઈ અને પત્ની મરીયમબેન મારા સાળાના ઘરેથી સવારના આંઠ વાગ્યે મારા ઘરે આવ્યા હતા અને શબ્બીરભાઈ એપાર્ટમેંટ નીચેથી છોકરા સૈફીને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો જેથી મરીયમને કહેલ કે, મારાથી જલદી ઉપર ચડાય નહી, તું ઉપર જા તેમ કહેતા તે ઉપર ઘરે ગયેલી અને મારી પત્ની મરીયમે અમારા ફ્લેટની ગેલેરીમાં બહાર આવી તેણે બુમ પાડી કહેલ કે, સબ્બીર ઉપર આવ શું થઈ ગયું છે, તું જો તેમ કહી રડતી જઈ બુમ મારી ઉપર બોલાવતા હું ઉપર મારા ફ્લેટમાં આવેલ અને મારા ફ્લેટના મુખ્ય દરવાજાથી પેસતા રૂમમાં મારો છોકરો સૈફી ઉર્ફે સૈફુદ્દીન શબ્બીરભાઈ ઉ.વ.૪૨ નો મરણ ગયેલ હાલતમાં પડેલ જોયેલ અને બેડ – રૂમની અંદર મેહજબીન વા/ઓ સૈફુદ્દીન શબ્બીરભાઈ દુધીયાવાલા ઉ.વ.૩૫ તથા છોકરી અરવાબેન ડો/ઓ સૈફુદ્દીન દુધીયાવાલા ઉ.વ.૧૬ તથા જૈનબ ડો/ઓ સૈફુદ્દીન દુધીયાવાલા ઉ.વ.૧૬ તથા હુસેનાબેન ડો/ઓ સૈફુદીન દુધીયાવાલા ઉ.વ.૭ ની મૃત હાલતમાં ઘરમાં લાશો પડી હતી.ઉપરોક્ત ઘટના સંદર્ભે દાહોદ શહેર પોલીસે પ્રાથમીક તબક્કે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
#Sindhuuday Dahod

