શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કારઠ ખાતે કારગીલ વિજય દિવસ અને એક પેડ માં કે નામ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

દાહોદ તા.૨૬

આજ તારીખ ૨૬/૦૭/૨૦૨૫ ના રોજ શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કારઠ ખાતે માય ભારત યુવા સંગઠન,દાહોદ જે ભારત સરકાર ની ખેલ અને યુવા કાર્યક્ર્મ મંત્રાલય દ્વારા ચાલવામાં આવે છે તેના અંતર્ગત કારગીલ વિજય દિવસ અને એક પેડ માં કે નામ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત કારગીલ વિજય દિવસ ના અનુસંધાને નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં પ્રથમ, દ્વિતિય, ત્રિતય નંબરના વિદ્યાર્થી ને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું વિશેષ વચન માં શ્રી વિઠલ ચોરમલેજીએ કારગીલ વિજય દિવસ અંતર્ગત વિશે સમજૂતી આપી હતી. બાળકોને અને દરેકને પોતાના ધ્યેય સિદ્ધ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું ,સાથે જ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત શાળાના આચાર્યશ્રી રણજીતસિંહ મુનિયા સાહેબ દ્વારા વૃક્ષોનું માનવ જીવનમાં કેટલું મહત્વ છે તેના મહત્વ ની સમજ આપીને શાળા ના મેદાન માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને કાર્યક્ર્મ ના અંતે અલ્પાહાર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માય ભારત યુવા સંગઠન,દાહોદ ના જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠલ ચોરમલેજી ,હિમાંશુ કુમાર લબાના ,શાળાના આચાર્ય શ્રી રણજીતસિંહ મુનીયા,શિક્ષક શ્રી પરેશ ભાઈ ઝાડ ,ગોપીચંદ ભુરીયા ,કમલેશભાઈ બારીયા ,હરીશભાઈ પટેલ ,અજય સંગાડા,પ્રિતેશભાઈ પટેલ ,ઇમરાનભાઈ ,પાયલ બેન મુનિયા ,દિપલીબેન ચોધરી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

6 thoughts on “શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કારઠ ખાતે કારગીલ વિજય દિવસ અને એક પેડ માં કે નામ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!