ખંગેલા ચેકપોસ્ટ પર સાંજના સમયે કતવારા પોલીસ નો સપાટો
દાહોદ
ખંગેલા ચેકપોસ્ટ પર સાંજના સમયે કતવારા પોલીસ નો સપાટો
દવાની પેટીઓની આડમાં મધ્ય પ્રદેશથી વિદેશી દારૂનો વિપુલ જથ્થો ભરી અમદાવાદ જતી આઇસર ગાડી પકડી
વિદેશી દારૂ, મોબાઈલ, આઇસર ગાડી તથા દવાનો જથ્થો મળી રૂપિયા એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે લીધો
મધ્યપ્રદેશના ઇન્દોરથી દવાની પેટીઓની આડમાં વિદેશી દારૂ તથા બિયરનો વિપુલ જથ્થો ભરીને અમદાવાદના બુટલેગરને પહોંચાડવા નીકળેલ આઇસર ગાડી કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પરથી પકડી પાડી ગાડીના ચાલકની અટકાયત કરી ગાડીમાંથી રૂપિયા ૨૨.૮૪ લાખ ઉપરાંતની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ-૩૦૬ તથા રૂપિયા ૬૭.૫૫ લાખ ઉપરાંતની કિંમતની અલગ અલગ કંપનીની દવાની પેટીઓ નંગ-૪૫૦, એક મોબાઈલ ફોન તથા સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૧૦ લાખની કિંમતની આઇસર ગાડી મળી રૂપિયા ૧,૦૦,૪૪,૯૫૨/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના બનજારીયા ગામના અનિલ કુમાર હાજારામ મીણા નામના ચાલકે પોતાના કબજાની જી.જે.૦૩બીવી- ૨૦૮૩ નંબરની આઇસર ગાડીમાં મધ્યપ્રદેશના ઇન્દોરના અનિલભાઈ નાક નામના વ્યક્તિ પાસેથી ઈન્દોરના દારૂના ઠેકા પરથી અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂ તથા બીયરનો વિપુલ જથ્થો ભરાવી અમદાવાદ અસલાલીના મહેશભાઈ નામના બુટલેગરને ત્યાં પહોંચાડવા ઈન્દોરથી વાયા દાહોદ થઈ અમદાવાદ જવા નીકળેલ હોવાની ગુપ્ત બાતમી કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એસ. ગાવીતને મળી હતી. જે બાતમીને આધારે તેઓએ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમને સાથે લઈ ગઈકાલે સાંજે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ પર વ્યુહાત્મક વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જોઈ ઉભા હતા. તે દરમિયાન મધ્યપ્રદેશ બાજુથી આવતી બાતમીમાં દર્શાવેલ નંબરવાળી આઇસર ગાડી દૂરથી નજરે પડતા વોચમાં ઉભેલ કતવારા પોલીસની ટીમ સાબદી બની હતી. અને તે આઈસર ગાડી નજીક આવતા જ વોચમાં ઉભેલ પોલીસે હાથનો ઈશારો કરી તે ગાડી ઊભી રખાવી હતી. ગાડીની તલાસી લઈ દવાની પેટીઓની આડમાં સંતાડીને મુકેલ ઇંગ્લિશ દારૂ બેગ પાઇપર ડીલક્ષ વિસ્કીના કાચના ક્વાર્ટર નંગ ૨૪૦૦ ભરેલ પેટીઓ નંગ-૫૦, રોયલ ચેલેન્જ વિસ્કીના કાચના ક્વાર્ટર નંગ ૬૭૨ ભરેલ પેટીઓ નંગ-૧૪, આઇકોનિક વ્હાઈટ વિસ્કીના કાચના ક્વાર્ટર નંગ-૪૮૦ ભરેલ પેટીયો નંગ-૧૦, કિંગફિશર બીયર ટીન નંગ-૧૬૮૦ ભરેલ પેટીઓ નંગ- ૭૦, બેગ પાઇપર ડીલક્ષ વિસ્કીની ૭૫૦ એમએલની કાચની બોટલ નંગ-૧૧૪૦ ભરેલ પેટીયો નંગ-૯૫, મેકડોલ વ્હિસ્કીની ૭૫૦ એમએલની કાચની બોટલ નંગ-૧૮૦ ભરેલ પેટી નંગ-૧૫, લિજેન્ડ પ્રીમિયમ વ્હિસ્કીની ૭૫૦ એમએલની કાચની બોટલ નંગ-૧૨૦ ભરેલ પેટીઓ નંગ-૧૦, તેમજ એઈટ પીએમ વિસ્કીની ૭૫૦ એમએલની કાચની બોટલ નંગ-૫૦૪ ભરેલ પેટી નંગ-૪૨ મળી કુલ રૂપિયા ૨૨,૮૪,૧૮૮/-ની કિંમતની બોટલ નંગ-૭૧૭૬ ભરેલ કુલ પેટીઓ નંગ- ૩૦૬ પકડી પાડી સાથે ગાડીમાંથી રૂપિયા ૬૭,૫૫,૭૬૪/-ની કુલ કિંમતની અલગ અલગ કંપનીની દવાની કુલ પેટીઓ નંગ-૪૫૦ પકડી પાડી આઇસર ગાડીના ચાલક પાસેથી રૂપિયા ૫૦૦૦/-ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન તથા સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૧૦ લાખની કિંમતની આઇસર ગાડી મળી રૂપિયા ૧,૦૦,૪૪,૯૫૨/-નો મુદ્દામાલ કબજે લઈ આઇસર ગાડીના ચાલક રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના બનજારીયા ગામના અનિલ કુમાર હાજારામ મીણા, આઇસર ગાડીમાં ઇન્દોરથી વિદેશ દારૂ તથા બિયરનો જથ્થો ભરી આપનાર ઈન્દોરના અનિલભાઈ નાક તથા સદર દારૂનો જથ્થો મંગાવનાર અમદાવાદના મહેશભાઈ નામના બુટલેગર વિરુદ્ધ કતવારા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/Jbg85
https://shorturl.fm/HOKuf
https://shorturl.fm/8dAsT
https://shorturl.fm/UJCmj
https://shorturl.fm/yAaQ4
https://shorturl.fm/ktaGe
https://shorturl.fm/Q5fw2
https://shorturl.fm/2UfU9
https://shorturl.fm/b4mAz
https://shorturl.fm/yayx8
https://shorturl.fm/HhfXe
https://shorturl.fm/0gnJI
https://shorturl.fm/p2jfU