દાહોદમાં ફોરવીલ વાહન અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બેના મોત.
દાહોદ
દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે મોડી રાતે પૂરપાટ દોડી આવતી મધ્યપ્રદેશ પાસિંગની અલ્ટ્રોઝ કંપનીની ફોરવીલ ગાડીએ આગળ જતી મોટરસાયકલને જોશભેર ટક્કર મારતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૫૫ વર્ષીય વૃદ્ધ તથા છ વર્ષીય બાળકનું મોત નીપજ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર એક ફોરવીલ ગાડીનો ચાલક ગત મોડી રાતના એક વાગ્યાના સુમારે તેના કબજાની એમ પી ૪૫ઝેડ.સી-૭૪૫૪ નંબરની અલ્ટ્રોઝ કંપનીની ફોરવીલ ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે આગળ જઈ રહેલી મોટરસાયકલને પાછળથી જોશભેર ટક્કર મારી પોતાના કબજાની ફોરવીલ ગાડી સ્થળ પર મૂકી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ સાથે રોડ પર પટકાયેલા ગરબાડા તાલુકાના માતવા ગામના ૫૫ વર્ષીય છગનભાઈ સેવાભાઈ બામણીયાને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી તેમજ નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે માધવીબેનને જમણા પગે સાથળથી એડી સુધી તેમજ માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી. તથા છગનભાઈ બામણીયાની લીમખેડા ના જાદાખેરીયા ગામે રહેતી દીકરીના દીકરા ૬ વર્ષીય હિરેનભાઈ અરવિંદભાઈ નળવાયાને મોઢાની ડાબી બાજુએ ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ દાહોદ તાલુકા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સારવાર દરમિયાન માતવા ગામના ૫૫ વર્ષીય છગનભાઈ સેવાભાઈ બામણીયા તથા જાદાખેરીયા ગામના ૬ વર્ષીય હિરેનભાઈ અરવિંદભાઈ નળવાયાનું મોત નીપજ્યું હતું. આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે આ મામલે નોંધાયેલી ફરિયાદને આધારે અલ્ટ્રોઝ કંપનીની એમપી પાસિંગની ફોરવીલ ગાડીના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


https://shorturl.fm/cmre0
https://shorturl.fm/UhXsd
https://shorturl.fm/8dAsT
https://shorturl.fm/qyF3E
https://shorturl.fm/7ZoYD
https://shorturl.fm/GeM7v
https://shorturl.fm/2UfU9
https://shorturl.fm/nWHCx
https://shorturl.fm/D4o0g
https://shorturl.fm/3kA1P
https://shorturl.fm/wmeri
https://shorturl.fm/8xvj3