વરસાદની પરિસ્થિતિની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.
દહોદ
વરસાદની પરિસ્થિતિની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
તકેદારીના ભાગરૂપે બિલ્ડીંગોની ચકાસણી કરવા તેમજ રોડ-રસ્તા રીપેરીંગની કામગીરી કરવા સૂચના અપાઇ
શાળાઓમાં અપાતા ભોજન- પાણીની સમયસર ચકાસણી કરવા જણાવાયું
સમગ્ર રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી હોવાની બાબતને ધ્યાને રાખી અગાઉ પ્રભારી સચિવ આપવામાં આવેલ સૂચનાઓની અમલવારીની સમીક્ષા માટે તેમજ હાલની વરસાદની પરિસ્થિતિની તૈયારીના ભાગરૂપે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટર યોગેશ નિરગુડેએ તમામ અધિકારીઓ પાસેથી જર્જરી બિલ્ડીંગ તેમજ રોડ રસ્તાઓ અંગેની કરવામાં આવેલી કામગીરી સહિત ભરવામાં આવનાર પગલાં માટેની સમીક્ષા કરી હતી. એ સાથે પોલીસ વિભાગ, સરકારી આવાસો, કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો, પંચાયત કચેરીઓ જેવી તમામ પબ્લિક પ્લેસીસની ટેકનિકલ અધિકારીઓને સાથે રાખીને આંતરિક તેમજ બાહ્ય રીતે ચકાસણી કરીને જરૂર જણાય તો બિલ્ડીંગને તાત્કાલિક બંધ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તમામ સરકારી અને ખાનગી શાળાઓ, હોસ્ટેલો ઉપરાંત મેળાઓ, હોસ્પિટલો, સિનેમા હોલ તેમજ રેસિડેન્સીયલ સ્કૂલ જેવા સ્થળોની પણ ચકાસણી કરીને ફાયર સેફટી તેમજ તેની વ્યવસ્થા વિશે માહિતી મેળવી તકેદારીના ભાગરૂપે કામગીરી કરવા, શાળાઓમાં અપાતા ભોજન, પાણી તેમજ અનાજ વિતરણ માટેના અનાજની ગુણવત્તાની સમયસર ચકાસણી કરવા, રોડ-રસ્તા રીપેરીંગ સમયસર થઈ જાય તે સુનિશ્ચિત કરવા, તમામ બિલ્ડીંગોનું સર્વે હાથ ધરી તેની ચકાસણી ઝડપથી કરીને પરિસ્થિતિ મુજબ કામગીરી કરવા માટે કલેક્ટર દ્વારા માર્ગદર્શન સહિત સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ, પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગ તેમજ અન્ય સંબંધીત અધિકારીઓ સહિત વર્ચ્યુઅલ માધ્યમ થકી નગરપાલિકા ચીફ ઓફિસરો, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, તાલુકા હેલ્થ ઓફિસરો તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


https://shorturl.fm/2eUM8
https://shorturl.fm/h4x55
https://shorturl.fm/Xra0p
https://shorturl.fm/8lGcu