ચોસાલાના અતિ પ્રાચીન કેદારનાથ મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે દર્શનાર્થીઓનું કીડીયારું ઉભરાયું.
દાહોદ
પથ્થરની ગુફાઓ માંથી વહેતું કુદરતી ઝરણું આકર્ષણનું કેન્દ્ર બન્યું
દાહોદ જિલ્લામાં ગતરોજ વહેલી સવારથી જ ધોધમાર વરસાદે ચોમાસાની રંગત જમાવી હતી આ વરસાદી માહોલમાં દાહોદ નજીકના ચોસાલા ગામે આવેલ અતિ પ્રાચીન કેદારનાથ મહાદેવ મંદિર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યું હતું. શ્રાવણ માસના પહેલા સોમવારે ભગવાન શિવજીના દર્શન માટે બમ બમ ભોલે ના જય ગોસ સાથે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. પથ્થરની ગુફાઓમાંથી વહેતું કુદરતી ઝરણું નયન રમ્ય નજારો રચી રહ્યું હતું. આ મંદિર પ્રકૃતિના ખોળે આવેલું છે ચોમાસામાં પથ્થરોમાંથી નીકળતી ઝરણું તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું છે.
ચોસાલાનું કેદારનાથ મંદિર ઐતિહાસિક અને ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થળ પ્રાચીન કાળથી શિવ ઉપાસનાનું કેન્દ્ર રહ્યું છે. શ્રદ્ધાળુઓ અહીં ભગવાન શિવના દર્શનની સાથે પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. ખાસ કરીને શ્રાવણના સોમવારે ભજન કીર્તન અને પૂજાનો માહોલ આ પવિત્ર સ્થળને ભક્તિમય બનાવે છે. આ મંદિર દાહોદ થી થોડે દૂર હોવાથી શહેરના ઘોંઘાટભર્યા વાતાવરણથી દૂર શાંત વાતાવરણમાં દર્શનનો લાભ લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પ્રવાસીઓ માટે પણ આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ધાર્મિક મહત્વની સાથે અહીં નૈસર્ગિક નજારો પણ મનને મોહી લે છે દાહોદ જિલ્લાનું આ પવિત્ર સ્થળ શ્રદ્ધા અને પ્રકૃતિના સંગમનું અદભુત ઉદાહરણ છે. શ્રાવણના પવિત્ર માસમાં ભગવાન શિવની પૂજા- અર્ચનાનું વિશેષ મહત્વ છે. આ મંદિરની ગુફાઓમાં સ્થિત શિવલિંગ ભક્તોને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે ચોમાસાના વરસાદી આસપાસના ડુંગરો અને જંગલોને લીલાછમ બનાવ્યા છે આ બધું આ સ્થળની શોભામાં વધારો કરે છે.


https://shorturl.fm/e6j4P
https://shorturl.fm/cwsOS
https://shorturl.fm/8lGcu