વિઝા કૌભાંડ: વસોના પિતા-પુત્રએ ૬ લોકોને રૂ. ૫૬ લાખમાં છેતર્યા
નરેશ ગનવાણી નડિયાદ

વસોમાં વિઝા અપાવવાના બહાને છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. વસોના રશ્મિકાંત વ્યાસ અને તેના પુત્ર ભાવિક વ્યાસ પર છ વ્યક્તિઓ પાસેથી રૂ. ૫૬ લાખ પડાવી લેવાનો આરોપ લાગ્યો છે. આ ઠગબાજ પિતા-પુત્રએ લોકોને દિલ્હી અને અમદાવાદના ધક્કા ખવડાવી, ખોટા વાયદા કરીને નાણાં હડપ કર્યા હતા.
આ કૌભાંડનો ભોગ બનેલા પૈકી એક, રોનક મહીડા (ઉં. ૩૦), જેઓ ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છતા હતા, તેમણે પોતાની પત્ની અને બાળક સાથેના વિઝા માટે આ પિતા-પુત્રનો સંપર્ક કર્યો હતો. રશ્મિકાંત અને ભાવિકે પોતાને સરકારી સાઇટના કર્મચારી તરીકે ઓળખાવી, “મારી સાઇટ પર અરજી મૂકો તો કોઈપણ ગવર્નમેન્ટ વિઝા આપી દે” તેમ કહીને રોનક અને તેના પરિવાર પાસેથી રૂ. ૧૪ લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત, પ્રિત કાછીયા પાસેથી રૂ. ૭ લાખ, કંદર્પ દવે પાસેથી રૂ. ૭ લાખ, પ્રવિણ વાઘેલા પાસેથી રૂ. ૮ લાખ, પાર્થ શર્મા પાસેથી રૂ. ૧૦ લાખ અને અશોક શર્મા પાસેથી રૂ. ૧૦ લાખ મળી, કુલ રૂ. ૫૬ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી.
૧૧ મહિના સુધી વિઝા ન મળતા અને વારંવાર દિલ્હી-અમદાવાદના આંટાફેરા કરાવ્યા બાદ, ભોગ બનેલા લોકોને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો. ભાવિકે લોકોને દિલ્હી લઈ જઈને સિડની (ઓસ્ટ્રેલિયા)ની ખોટી ટિકિટ પણ મોકલી હતી અને પાસપોર્ટ લઈને તેમને દિલ્હીમાં ત્રણ દિવસ રોક્યા હતા, જ્યાં ઓસ્ટ્રેલિયાના બદલે ફીઝી દેશના વિઝા મોકલવામાં આવ્યા હોવાનું બહાનું કાઢ્યું હતું. આખરે, રોનક મુકેશભાઈ મહીડાએ વસો પોલીસ સ્ટેશનમાં ભાવિક રશ્મિકાંત વ્યાસ અને રશ્મિકાંત શંકરલાલ વ્યાસ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.


https://shorturl.fm/p1mBz
https://shorturl.fm/b4XbM
https://shorturl.fm/bdORD
https://shorturl.fm/GhSxH
https://shorturl.fm/dqHpi
https://shorturl.fm/SqK8s
https://shorturl.fm/JGgO5