દાહોદમાં વધુ ૧૭ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૨૩૩ને પાર
સુભાષ એલાણી
દાહોદ, તા.પ
દાહોદમાં આજે વધુ ૧૭ કોરોના પોઝીટીવ રિપોર્ટ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૨૩૩ ને પાર પહોંચી ગયો છે. બીજી તરફ દાહોદમાં કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. રોજે રોજ ઘણા દર્દીઓ કોરોના સામે જંગ જીતી પોત પોતાના ઘરે જવા રવાના થાય છે ત્યારે આજે વધુ ૧૮ વ્યક્તિઓએ કોરોના સામે જંગ જીતતા એક્ટવી કેસની સંખ્યા ૧૫૩ રહેવા પામી છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૬૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આજના ૧૮ કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી (૧) ચંદ્રીકાબેન યોગેશભાઈ મહાવર (ઉ.૩૪ રહે. ગોધરા રોડ દાહોદ), (ર) હેમંતભાઈ પ્રેમચંદભાઈ મહાવર (ઉ.૩૪ રહે. નર્સીંગ કોલોની ગોધરા રોડ દાહોદ), (૩) દેવ્યાનીબેન નવીનચંદ્ર પરીખ (ઉ.૭૬ રહે. દેસાઈવાડ દાહોદ), (૪) ઉમેશ પુષ્પેન્દ્રભાઈ વર્મા (ઉ.૩૬ રહે. ગોધરા રોડ દાહોદ), (પ) કુશ યોગેશભાઈ મહાવર (ઉ.૩ રહે. ગોધરા રોડ દાહોદ), (૬) ધીરજકુમાર શાંતિલાલ સોની (ઉ.૬૦ રહે. દોલતગંજ બજાર દાહોદ), (૭) અહેરાલ સંજયભાઈ મનસુખ (ઉ.રર રહે. છરછોડા પટેલ ફળીયુ), (૮) ગઢવી મિન્તુભાઈ મોહનભાઈ (ઉ.૪ર રહે. દાહોદ પાર્વતી નગર), (૯) પ્રજાપતિ અંકિત રમણભાઈ (ઉ.રપ રહે. કુંભારવાસ લીમડી ઝાલોદ), (૧૦) પ્રજાપતિ શૈલેષભાઈ ગોકળભાઈ (ઉ.૩૦ રહે. નવાગામ ગામતળ બોરડી દાહોદ), (૧૧) પ્રજાપતિ શીલાબેન શૈલેષભાઈ (ઉ.ર૭ રહે. નવાગામ ગામતળ બોરડી દાહોદ), (૧ર) પ્રજાપતિ કાવ્યા શૈલેષભાઈ (ઉ.પ રહે. નવાગામ ગામતળ બોરડી દાહોદ), (૧૩) પ્રજાપતિ પુજાબેન મહેન્દ્રભાઈ (ઉ.ર૯ રહે. શ્રધ્ધા નગર દાહોદ), (૧૪) રાઠવા કલ્પેશ કસનાભાઈ (ઉ.ર૯ રહે. ભરસડા તા.ગરબાડા), (૧પ) પ્રજાપતિ બિપીન (ઉ.ર૭ રહે. ગોવીંદનગર દાહોદ), (૧૬) પરમાર જીગ્નેશ બાબુભાઈ (ઉ.ર૮ રહે. રોયલ રેસીડેન્ટ સોસાયટી દાહોદ), (૧૭) પરમાર બાબુભાઈ વસનાભાઈ (ઉ.પર રહે. રોયલ રેસીડેન્ટ સોસાયટી દાહોદ) આમ, દાહોદ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા અનેક કામગીરી પણ કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણને અટાવવાના ભાગરૂપે આરોગ્ય તંત્ર દ્વારા દાહોદ જિલ્લાવાસીઓને અનેક સુચનો સહિત તકેદારી રાખવા પણ જણાવ્યું છે.
#Sindhuuday Dahod